Site icon Gujarat Mirror

વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી આદિત્યસિંહ ગોહીલ, એનએસયુઆઇ શહેર પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, એનએસયુઆઇ જીલ્લા પ્રમુખ રીયાઝ સુમરા યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ હરપાલસિંહ જાડેજાની સંયુક્ત યાદી મુજબ તા.9-9ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહીલની રાહબરી હેઠળ વિદ્યાર્થીના એડમીશન અધ્યાપકોને થતા અન્યાયના મુદે પ્રદેશ કોંગ્રેસ, શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાશે.

અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિરોધી માનસિકતા ધરાવતા કુલપતિ, GCASની નિષ્ફળતા, કોલેજના પીએચડી માર્ગદર્શકોને રદ કરવા તેમંજ માન્ય પ્રાઇવેટ કોલેજોના અધ્યાપકોનો અનુભવ ન ગણવા જેવી નીતિના વિરોધર્મા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં 9 સપ્ટેમ્બરે ધરણા કરશે અને ઉગ્ર સુત્રોચ્ચાર કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી ગ્રેડમાંથી સી ગ્રેડતરફ આગળ વધી રહી છે. તેના વિરોધમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકના હિતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બપોરે 12:00 થી બે કલાક ધરણાનો કાર્યક્રમ આપવા જઇ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સદસ્ય યુવાનોના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રના અધ્યાપકો વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાવાના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિષ્ફળતંત્રને જગાડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વિદ્યાર્થી અને અધ્યાપકોની વિરોધી માનસિકતાને લોકો સુધી પહોંચાડવા અને કુલપતિ પોતાની માનસિકતા બદલે તેવી માગણી સાથે આ ધરણા ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Exit mobile version