Site icon Gujarat Mirror

મોરબીમાં સોની વેપારીની હત્યાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, ગૃહમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા નામે કશું રહ્યું ના હોય તેમ ગત રાત્રીના સોની વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી મોરબી જીલ્લામાં વધતી ગુનાખોરીને પગલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાન રમેભાઈ રબારીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે અને કાયદો વ્યવસ્થા સ્થિતિ નહિ સુધરે તો એસપી કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.

રમેશભાઈ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના ધારાસભ્ય રાજ્યમંત્રી હોવા છતાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ ખરાબ છે જાહેર રોડ પર જતીનભાઈ સોનીની હત્યા કરવામાં આવી હતી થોડા દિવસો પૂર્વે લીલાપર ઘુનડા રોડ પર યુવાન પર જીવલેણ હુમલો થયો હતો જીલ્લામાં દારૂૂના અડ્ડા ધમધમી રહ્યા છે જેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થવા છતાં કાર્યવાહી થતી નથી દારૂૂ, ચોરીના બનાવો વધી રહ્યા છે અને ગુનેગાર રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે પોલીસની કામગીરી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં હત્યા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવામાં નહિ આવે તો મોરબીની પ્રજાને સાથે રાખી જીલ્લા એસપી કચેરીના તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Exit mobile version