કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી
મનપાના ઢોરડબ્બામાં ગત ચોમાસા દરમિયાન 756 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજ દ્વારા તે સમયે તપાસની માંગ કરેલ પરંતુ આજ સુધી આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આજે આજીનદી બેઠા પુલ પાસે કોંગ્રેસ આગેવાનોએ ધરણા યોજી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી તટસ્થ તપાસની માંગ કરી હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે, કોર્પોરેટર કોમલબેન હરેશભાઈ ભારાઇ અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા કોર્પોરેશન ઢોર ડબ્બામાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા મીડિયા ની હાજરીમાં અનેક પશુઓના મૃત્યુ થયેલા જોવા મળતા લેખિતમાં વિજિલન્સ તપાસની માંગણી કરેલ પણ આજ સુધીમાં થયેલ નથી તારીખ 5 10 2024 ના રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં કોર્પોરેટર કોમલબેન હરેશભાઈ ભારાઈ અને માલધારી આગેવાન રણજીતભાઈ મુંધવા દ્વારા અને બીજા અન્ય માલધારી આગેવાનોની હાજરીમાં લેખિતમાં આપેલું કે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે 756 પશુના મૃત્યુ થયા છે તેમજ જે કોઈ લોકો જવાબદાર હોય એમને સજા થવી જોઈએ પણ આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના અધિકારીઓની મીલી ભગત હોય નકર આજ સુધીમાં જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય 756 પશુઓના મૃત્યુ થયા હોય અને જવાબદાર બચી જતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક રાજકોટના લોકોની નજર સમક્ષ દેખાઈ આવે છે કે ઉચ્ચ અધિકારીઓનું હિત છુપાયેલું છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કોર્પોરેટર કોમલબેન ભારાઈ રણજીત મુંધવા હરેશભાઈ ભારાઈ દ્વારા 756 ગાયના મોત મામલે ફરી નવા કમિશનરને વિજિલન્સ તપાસની માંગ કરવા માટે રજૂઆત જે જવાબદાર હોય કોર્પોરેશનના કર્મચારી કે કોન્ટ્રાક્ટર કર્મચારીની બદલીએ નહીં ચાલે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ જીવ દયા ઘરના ટ્રસ્ટી રાજુ શાહ અને જેલ ભેગા કરવા જોઈ જ્યારે ભરવાડ માલધારી સમાજના યુવાનો પોતાનું પશુ બચાવવા માટે કદાચ આગળ નીકળ્યા હોય તો પણ આજ કોર્પોરેશનના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર પોલીસ ફરિયાદ નોંધાવતા હોય તો 756 ગાયના મોત મામલે કેમ ફરિયાદ નહીં આ માંગ સાથે રજૂઆત કરી હતી એક દેશની અંદર અલગ અલગ રાજ્યમાં ગાય માતાને અલગ અલગ પ્રકારના દરજ્જા મહારાષ્ટ્રમાં રાજમાતા અને 27 વર્ષથી જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ગુજરાતની અંદર રખડતું ઢોર વાહ રે ભાજપ તારી ડુગલી નીતિના નારા લગાવી આજી નદીના પટમા બેઠા પુલ પાસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

