જામનગર મહાનગરપાલિકા મા વિકાસ ના નામે તમામ કામો મા 40 ટકા નો ભ્રષ્ટાચાર ભાજપ ના ચૂંટેલા પદાધિકારી અને અધિકારી ના ઇસારે થઇ રહયો છે.જેને જનતા સામે ઉજગાર કરવા આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોલ પાસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોંગી કોર્પોરેટર કાસમભાઇ જોખીયા , રચનાબેન નંદાણીયા અને આનંદ રાઠોડ, પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ , કોંગ્રેસ અગ્રણી ભરત વાળા , સહિતના ઓ દ્વારા ભાજપ દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને મેયર તેમજ ચેરમેન હાય હાય ના સૂત્રો લગાવાયા હતા. તેમજ સૂત્રો લખેલા પ્લે કાર્ડ દર્શાવી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

