Site icon Gujarat Mirror

ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં ડો.બાબાસાહેબ વિશે કરેલી ટીપ્પણીનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમીત શાહ વિરૂધ્ધ સુત્રોચ્ચા કરી રસ્તો ચકકાજામ કર્યો હતો. ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપુતની આગેવાની હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત ડિપાર્ટમેન્ટ તથા રાજકોટ શહેર કોંગ્રેસ ઓ બી સી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું અને રાજકોટ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી.મહેશભાઈ કલ્યાણજીભાઈ રજપુત ઓબીસી ના કાર્યકારી પ્રમુખ નરેશભાઈ વાલજીભાઈ સાગઠીયા ડિપાર્ટમેન્ટ ના ચેરમેન હાર્દિક ખોડાભાઈ પરમાર ઓબીસી પ્રમુખ સુરેશભાઈ કરસનભાઈ બથવાર પ્રદેશ સોલંકી રાહુલ શાંતિલાલ રાજકોટ શહેર પ્રમુખ સેવાદળ જગદીશભાઈ અશોકભાઈ સાગઠીયા કાર્યકર્તા હેમંતભાઈ ખીમાભાઈ સોઢા કાર્યકર્તા રાજેશભાઈ વીરજીભાઈ બગડા કાર્યકર્તા ભરતભાઈ રમેશભાઈ પરમાર કરતા કાર્યકર્તા અજયભાઈ સુરેશભાઈ રંગપરા કાર્યકર્તા રમેશભાઈ માયાભાઈ મુછડીયા આર.ડી. એ એમ શહેર પ્રમુખ ગેલાભાઈ ભાણાભાઈ મુછડીયા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદય હરેશભાઈ પરમાર કાર્યકર્તા રાકેશ ખોડાભાઈ સોલંકી કાર્યકર્તા અભય કિશોરભાઈ સાપરા કાર્યકર્તા પ્રફુલાબેન શશીકાંતભાઈ ચૌહાણ કાર્યકર્તા મનીષા લગધીર સિંહ વાળા સૌરાષ્ટ્ર ઝોન હેલ્થ કમિટી પ્રમુખ ચંદાબા કનુભાઈ વાળા રાજકોટ તાલુકા સેવા દળ પ્રમુખ જસુબા દેવકુભાઇ વાંક, સેવા દળ ઉપપ્રમુખ દિપ્તીબેન હરેશભાઈ સોલંકી, રાજકોટ શહેર પ્રમુખ, કંચનબેન વિજયભાઈ વાળા શહેર મહામંત્રી, 21 કાયઁકર્તાઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

Exit mobile version