Site icon Gujarat Mirror

જામનગરમાં કચરાની કંપની સામે કોંગ્રેસ દ્વારા ધરણાં, 20ની અટકાયત

વોર્ડ નં. 2, 3 અને 4ના રહેવાસીઓનું કંપની સામે આંદોલન

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા સ્થાનિક વિસ્તરની જનતાના આરોગ્યને તકલીફ થઈ રહી છે, અને પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ગાંધીનગર વિસ્તારમાં કંપનીના દ્વારે ધરણા કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ તંત્ર પહોંચ્યું હતું, અને 20 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા હસ્તકના વોર્ડ નંબર -2, 3 અને 4 ના રહેવાસીઓ કે જેઓને વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ પર ગંભીર બીમારીનો ખતરો મંડરાઈ રહ્યો છે, તે તેવી રજૂઆત સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, અને હાથમાં બેનર પોસ્ટર રાખીને મહાનગરપાલિકાના સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વેળાએ સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાન એવા 20 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

Exit mobile version