ક્રાઇમ
કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
ગોંડલમાં બનેલી ઘટના : દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પુત્રીની કસ્ટડી માટે ચાલતા કેસમાં અવરોધ ઉભો કરી દખલગીરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ
ગોંડલ ફેમિલી કોર્ટે મા ચાલી રહેલા કેસ મા સામાવાળા ના સાક્ષી/સાહેદ ને કોર્ટ કેસ મા જુબાની ન આપવા અને કેસ માથી નીકળી જવા માટે પાંચિયવાદર ના મેન્દુભા ડાભી એ ફોન કરી ને ધમકી આપી જે બાબતે સામાવાળા એ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરેલ.
બનાવ ની વિગત પ્રમાણે ગોંડલ ફેમીલી કોર્ટ મા સગીર દીકરી ની કસ્ટડી માટે નો કેસ ચાલુ છે અને દીકરી 5 વર્ષ થી પિતા સાથે છે. અને માતા એ દીકરી નો કબ્જો મેળવવા ફેમિલી કોર્ટે મા કેસ કરેલ છે. પિતા તરફ થી ફેમિલી કોર્ટ મા સાક્ષીઓ તપાસવા માટે તા:- 19-11-2024 ના અરજી કરેલ હોય તે બાબતે માતા હિરલ ,તેના વકીલ અને મળતિયા ઓ દ્વારા મેન્દુ ભા ડાભી એ એક સાક્ષી/સાહેદ ને વકીલ તરીકે ની ઓળખાણ આપી ને ફોન કરી ને કોર્ટ કેસ માથી નીકળી જવા અને આ કેસ મા નિષ્ક્રિય થઈ જવા માટે ની ધમકી આપેલ હોય ઉપરાંત દીકરી ને માતા ને સોંપી દેવા દબાણ કરેલ હોય અને બીજા સાક્ષીઓ ની પણ રેકી કરી ને ધમકી આપવાના હોય જે બાબતે સામાવાળા એ પાંચિયાવદર ના મેંદુભા ડાભી સામે ફરિયાદ કરેલ છે.
અને એ બાબતે ગોંડલ પોલીસ ને ફરિયાદ કરેલ છે . અને ગોંડલ પોલીસે આ ઘટના બાબતે તત્કાલ કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટ મા વકીલ પોતાના અસીલ તરફ થી સામેવાળા સાથે ન્યાયિક ચર્ચા ઓ કરતા હોય એ ન્યાય પ્રણાલી છે પણ એક વકીલ દ્વારા સાક્ષી ઓ ને કોર્ટ ની બહાર કેસ માથી હટી જવા ની ધમકી આપેલ હોય એવો કિસ્સો ધ્યાને આવ્યો છે અને આવા ગંભીર ગુન્હા માટે પોલીસ અને કોર્ટ શું કાર્યવાહી કરશે એ નોંધનીય રેહશે