Site icon Gujarat Mirror

જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ

જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેના બંને હથિયારો કબજે કરી લેવામાં આવ્યા છે, અને વેપારી સામે હથિયાર ધારા ના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ નંદા નામના વેપારી કે જેઓ પાસે 32 બોર ની એક પિસ્તોલ કે જે ઉધમપુર થી ખરીદી કરી હતી, અને બીજી બાર બોર ની ડબલ બેરલ બંદૂક કે જેનું પણ લાયસન્સ મેળવ્યું હતું. જેની રીન્યુ કરવાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં સરકારી નિયમો અનુસાર તેમણે ફરીથી રીન્યુ કરાવવાનું હતું, અને તેઓએ હથિયાર રાખવા માટેના લાઇસન્સ ના નિયમ નો ભંગ કર્યો હોવાથી એસ ઓ જી ની ટીમ દ્વારા ભાવેશ ચંદુલાલ નંદા ને ઘેર તપાસણી કરવામાં આવી હતી, અને અંદાજે રૂૂપિયા 1,20,000 ની કિંમત ના બન્ને હથિયારો કબજે કરી લેવામાં આવ્યા છે, અને તેઓ સામે આર્મસ એકટ કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Exit mobile version