ગુજરાત
ઉપલેટામાં ખમણના વેપારી પાસેથી બેફામ વ્યાજ ઉઘરાવતા 9 સામે ફરીયાદ
માતાની સારવાર માટે પૈસા લીધા બાદ 6.85 લાખ ચુકવ્યા છતા 18.30 લાખ પડાવ્યા
રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે મન પડે તેટલું વ્યાજ ઉઘરાવી લોકોને હેરાન કરી રહ્યા છે. ઉપલેટામાં માતાની સારવાર માટે લીધેલા નાણાની 10 ટકાના વ્યાજે 6.85 લાખ ચુકવ્યા છતા પણ ખમણના વેપારી પાસેથી રૂા.18.30 લાખ પડાવ્યાની પિતા-પુત્ર સહીત 9 શખ્સો સામે મનીલેન્ડ સહીતની કલમ લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવ અંગે ઉપલેટાના દ્વારકાપુરી-2 માં રહેતાં મોહિલભાઈ નાગજીભાઈ રૂૂપારેલીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી પિતામ્બર મકવાણા, જીજ્ઞેશ જેંતી મકવાણા, રોહિત દેવશી સોલંકી, વિમલ મેણસી ડેર, મેહુલ દલસુખ બારૈયા, રાજેન્દ્રસિંહ કલુભા ચુડાસમા, ધર્મેશ શિંગર, જયદિપસિંહ ક્રુષ્ણસિંહ જાડેજા અને દશરથસિંહ હઠુભા વાળા (રહે. તમામ ઉપલેટા) નું નામ આપતાં ઉપલેટા પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે ઉપલેટા રાજમાર્ગ પર ભવાની ખમણ નામની દુકાન ચલાવે છે. વર્ષ 2021 માં તેમના માતા ભારતિબેનની તબીયત ખરાબ થતા તેમને પ્રથમ જામનગર સારવાર અર્થે ખાતે દાખલ કરેલ હતાં. તેમની સારવારમાં પૈસાની જરૂૂ2 પડતા તેમના મિત્ર જીજ્ઞેશ મકવાણાને વાત કરતાં તેને કહેલ કે, મારા પિતા વ્યાજે પૈસા આપે છે. જેથી તેને કહેલ કે, તારા પિતા પાસેથી પૈસાનો મેળ કરાવી આપ તેમ કહેતા તે તેના જુના પોરબંદર રોડ ઉપર આવેલ મકાને તેના પિતા પાસે લઈ ગયેલ અને ત્યાં જેન્તી મકવાણા સાથે વાત કરેલ અને રૂૂ.1.60 લાખ 10 ટકા વ્યાજે આપવાની વાત કરેલ અને બદલામાં કોરા ચેક આપવાનું કહેલ હતું.
ગઈ તા. 15/05/2021 ના બે કોરા ચેક આપી જેન્તી પાસેથી રૂૂ.1.60 લાખ 10 ટકા લેખે વ્યાજે લીધેલ હતા. દર માસે તેમને રૂૂ.16 હજાર આપવાની વાત થયેલ હતી. તેઓએ રૂૂ.16 હજાર વ્યાજ કાપી રૂૂ.1.44 લાખ આપેલ અને તેને અઢી વર્ષ સુધી વ્યાજના હપ્તા ભરતા કુલ રૂૂ.4.80 લાખ ચુકવી આપેલ છતા વધું વ્યાજની ઉઘરાણી કરતા તેમના દિકરા જીજ્ઞેશ પાસેથી તા.01/05/2024 ના રૂૂ.15 હજાર 10 ટકા લેખે લીધેલ જે પૈસા તેના પિતાના વ્યાજના હપ્તામાં ઉપયોગ કરેલ હતાં. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.