કોર્પોરેશન ઉપર આર્થિક બોજ ગણી સ્ટેન્ડિંગમાં નામંજૂર કરી જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તના નામે ઘુસાડી મંજૂરી આપી દીધા બાદ અંતે કમિશનરે મંજૂરી આપી
મહાનગરપાલિકાના વર્ગ 1 થી 4ના કર્મચારીઓ અને અધિકારીઓને પગારમાં વધારો તેમજ એરીયસ અને પેન્શન સહિતના મુદ્દે દરખાસ્ત કરી સ્ટેડીંગ કમિટીમાં મુકવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ કમિટીએ તંત્ર ઉપર કરોડો રૂપિયાનું ભારણ વધે તેમ હોવાથી આ દરખાસ્ત નામંજુર કરી હતી. પરંતુ સંકલનના અભાવે અને યુનિયનો દ્વારા કરવામાં આવેલ રજૂઆતનો વ્યવસ્થીત અભ્યાસ ન કર્યાનું ધ્યાનમાં આવતાં ફરી વખત આ દરખાસ્તને જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત તરીકે પાછલા બારણેથી રજૂ કરી મંજુર કરવામાં આવી હતી અને આટલા સમય બાદ હવે કમિશનર દ્વારા વર્ક ઓર્ડર આપી પગાર વધારાની મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
કમિશનરની ઉપરોક્ત દરખાસ્તને અનુમોદન આપી, સ્ટે.ક.ઠ.નં.547 તા.20/02/2026 અન્વયે, રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાના કામે, ઉપરોક્ત કોષ્ટક-01 મુજબની જુદી-જુદી શાખાઓની કુલ-09 સંવર્ગોનાં પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય કરવા જેમાં ક્રમ-01 અને 02 ની જગ્યાનું પગારધોરણ સુધારા અંગેની મંજુરી સરકારમાંથી મેળવ્યા બાદ સદરહુ પગારધોરણ લાગુ પાડવાની અને ક્રમ-03 થી 09 ની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાનું મંજુર કરી, ઘટિત નિર્ણય અર્થે, સામાન્ય સભાને ભલામણ કરવામાં આવેલ હતી.
કમિશનરનો ઉપરોક્ત રિપોર્ટ તથા તે પરત્વેનો સ્ટે.ક.ઠ.નં.547 તા.20/02/2026 લક્ષમાં લેતા, રાજકોટ મહાનગરપાલિકાના જુદી-જુદી શાખાઓની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાના કામે, ઉપરોક્ત કોષ્ટક-01 મુજબની જુદી-જુદી શાખાઓની કુલ-09 સંવર્ગોનાં પગારધોરણમાં સુધારો કરવાનો નિર્ણય કરવા જેમાં ક્રમ-01 અને 02 ની જગ્યાનું પગારધોરણ સુધારા અંગેની મંજુરી સરકારશ્રીમાંથી મેળવ્યા બાદ સદરહુ પગારધોરણ લાગુ પાડવાની અને ક્રમ-03 થી 09 ની જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાનું મંજુર કરવામાં આવે છે. સંબંધિત કર્મચારીઓને સંબંધિત હોદ્દામાં નિમણૂક/બઢતી થયા તારીખથી આ ઠરાવ થયા તારીખ સુધીની નોશનલ અસર આપવાનું મંજુર કરવામાં આવે છે. વિશેષમાં, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને જ આ ઠરાવનો લાભ મળવાપાત્ર રહેશે અને આ નિયમો હેઠળ દરખાસ્ત બોર્ડમાં મંજુર કર્યા બાદ કમિશનરે હવે મંજુરી આપ્યાનું જાણવા મળેલ છે.
જૂની એરિયર્સ નહીં મળે : નવા નિયમો લાગુ
મનપામાં હાલ ફરજ બજાવતા કર્મચારીઓને સુધારા મુજબનું પગારધોરણ વહીવટી મંજુરી મળ્યા બાદ પગાર સુધારા બાબતનો હુકમ થયા તારીખથી મળવાપાત્ર થશે આવા કર્મચારીઓએ હાલ સુધી બજાવેલ ફરજોનું જુના પગારધોરણનું કોઈ એરિયર્સ/નોશનલ અસરથી માંગણી કરશે નહી તેવી નોટરાઈઝડ બાહેંધરી કર્મચારી પાસેથી દિવસ-10 માં મેળવવાની રહેશે ત્યારબાદ સદરહુ પગારધોરણનો લાભ આપવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ નવા પગારધોરણમાં આવ્યા તારીખથી ઉચ્ચતર પગારધોરણનો લાભ નિયમાનુસાર ભવિષ્યમાં મળવાપાત્ર અને આ નિયમોની અમલવારી દરેક કર્મચારીઓએ કરવાની રહેશે.
75 વિભાગીય અધિકારી, કર્મચારીઓનું લિસ્ટ
ચીફ ફાયર ઓફિસર 1
ઝુ સુપ્રિટેન્ડન્ટ 1
ડે.ચીફ ફાયર ઓફિસર 2
લેબર ઓફિસર 1
લો ઓફિસર 1
સેનિટેશન ઓફિસર 6
સેનિટરી ઓફિસર 37
સુપ્રિટેન્ડેન્ટ જન્મ મરણ 3
સફાઈ સુપરવાઈઝર 23

