Site icon Gujarat Mirror

રેલવે પોલીસ સ્ટાફના આવાસ માટે કલેક્ટરે રેલનગરમાં જમીન ફાળવી

રાજકોટ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે રેસકોર્ષ નજીક હેડ કવાર્ટરમા આવાસ ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટ શહેરના રેલવે પોલીસ વિભાગમા ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ અત્યાર સુધી ભાડાના મકાનમા તેમજ પોતાના મકાનમા રહેતા ત્યારે થોડા દિવસો પહેલા જ રાજકોટ કલેકટર પ્રભવ જોષી દ્વારા એક મોટો નિર્ણય લેવામા આવ્યો છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા રેલવે પોલીસમા ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાજકોટ શહેરમા જ રેલનગરના સાધુ વાસવાણી કુંજ મેઇન રોડની બાજુમા પેટ્રોલ પંપની પાછળ 10973 ચો. મી. જગ્યા ફાળવવામા આવી છે. આ જમીનનો કબજો હવે રેલવે પોલીસને સોંપી દેવામા આવ્યો હતો. ત્યારે હવે રેલવે પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે મોટી જગ્યા ફાળવવામા આવતા હવે ત્યા કર્મચારીઓના આવાસ બની શકશે અને જે કર્મચારીઓ ભાડાના મકાનમા રહેતા હોય તેમને ભાડાથી મુકિત મળશે.

ત્યારે પોલીસમાથી વિગતો મળી હતી કે આ રેલવે કર્મચારીઓના આવાસ માટે ભુતપુર્વ અધિકારીઓ અને હાલના અધિકારીઓ જેમા ઇન્ચાર્જ ડીવાયએસપી એસ. આર. પટેલ, પીઆઇ એચ. એમ. રાણા, એએસઆઇ અશોકભાઇ વોરા અને ભાવેશભાઇ બોરીચા તેમજ અન્ય કર્મચારીઓની મહેનતને કારણે ભવિષ્યમા રેલનગર વિસ્તારમા રેલવે પોલીસના કર્મચારીઓ માટે આવાસ નિર્માણ પામી શકશે. જેથી રેલવે કર્મચારીઓ માટે હવે રહેઠાણનો પ્રશ્ર્ન હલ થઇ ગયો કહી શકાય. તેમજ પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે હવે આવાસના બાંધકામ અને નિર્માણ માટે સરકારશ્રીમા ગ્રાન્ટ માટે રજુઆત પણ કરવામા આવશે અને ગ્રાન્ટ મળી ગયા બાદ આવાસના નિર્માણનુ કાર્ય શરૂ કરવામા આવશે.

Exit mobile version