રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક દીધી, દક્ષિણના 4 રાજ્યોમાં વરસાદની આગાહી

Published

on

દિલ્હીમાં ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના કારણે હાલમાં તાપમાન 30 થી 32ની વચ્ચે રહે છે, તેથી ઠંડીનો અહેસાસ નથી, બલ્કે ભેજના કારણે લોકો પરેશાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના 4 દરિયાકાંઠાના રાજ્યોમાં આજથી 14 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાયું છે. વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીમાં હાલમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. લોકો હજુ પણ ઠંડીની રાહ જોઈ રહ્યા છે અને 15 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. 21 નવેમ્બર પછી ગાઢ ધુમ્મસ થઈ શકે છે. ચાલો જાણીએ કે આગામી 5 દિવસમાં દેશભરમાં કેવું રહેશે હવામાન?


ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં 14 નવેમ્બર સુધી વરસાદનું પઓરેન્જથ એલર્ટ આપ્યું છે. કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે પયલો એલર્ટથ જારી કરવામાં આવ્યું છે. પુડુચેરીના માહે, યાનમ, કરાઈકલમાં પણ વરસાદનું એલર્ટ છે. આ સિવાય કર્ણાટકના કેટલાક ભાગોમાં વાદળો પણ વરસી શકે છે.


હવામાન વિભાગે માછીમારોને તોફાની પવનો અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેરળ-લક્ષદ્વીપ કિનારે માછીમારી ન કરવાની સલાહ આપી છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 9-10 અને 11 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. તામિલનાડુ, કેરળ, માહે, પુડુચેરી, કરાઈકલમાં 12-13 અને 14 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લા નીના સક્રિય હોવાને કારણે વૈશ્વિક હવામાન સંસ્થાએ આગાહી કરી છે કે ભારત, ખાસ કરીને ઉત્તર ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી રહેશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રશાંત મહાસાગરમાં લા નીના સક્રિય હોવાને કારણે સમુદ્રની સપાટી ઠંડી રહેશે. ત્યારે સમુદ્રમાંથી ઉછળતા પવનો ભારતને ત્રાટકે છે. નવેમ્બરમાં બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં શિયાળા પહેલાની અસર જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version