Site icon Gujarat Mirror

જરૂર જણાયે તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવા સીએમની સુચના

ગુજરાતમાં ચોમાસાના આગામન સાથે જ મેેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરતા વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યુ છે અને ખૂદ મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં વહિવટીતંત્રને સતર્ક રહેવા સુચના આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે. હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.

મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

Exit mobile version