Site icon Gujarat Mirror

જામનગરમાં વકરતો કોલેરાનો રોગચાળો: વધુ 5 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ

જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે અને વકરી રહ્યો છે, અને જી.જી. હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોલેરા પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 20 નો થયો છે અને મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર દોડધામ કરી રહ્યું છે.

શહેર ના બેડી – ધરાનગર-1 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગ ની ટુકડીને દોડતી કરાવી દેવામાં આવી છે, છેલ્લા 3 દિવસથી ઘરો માં સર્વે ની કામગીરી ચલાવાઈ રહી છે, ઉપરાંત કલોરિન ટેબલેટ નું વિતરણ કરાયું છે. શંકાસ્પદ ગણાતા વધુ 3 નળ જોડાણ કટ કરવામા આવ્યા છે, ઉપરાંત પાણી ની આખી પાઇપલાઇનને સાફ કરવાની તેમજ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

જામનગર માં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, તંત્ર ની સદંતર બેદરકારી ના કારણે કોલેરા નો રોગચાળો વકર્યો છે. અને એક સાથે અનેક વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગ ની દોડધામ વધી જવા પામી હતી. સૌ પ્રથમ ત્રણ દર્દીઓ ના કોલેરા ના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હતા, ત્યાર બાદ વધુ 12 દર્દી ઓ અને આજે વધુ પાંચ દર્દી ઓ ના કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં હવે આરોગ્યતંત્ર ની ટુકડી ઊંધા માથે થઈ છે. હજુ પણ 22 દર્દીઓ ના સેમ્પલ લેવાયા છે, તેમના રિપોર્ટ આવવાના બાકી છે. આથી હજુ પોઝિટિવ દર્દીઓ ના આંકડો વધી શકે તેમ છે.

Exit mobile version