Site icon Gujarat Mirror

બાળ સાહેદની જુબાની મહત્વની સાબિત થઈ, કોર્ટે સજા સુણાવી

જામનગર તાલુકાના ગોરધનપર ગામ માં પાંચ વર્ષ પહેલા એક યુવાન ની હત્યા નિપજાવાઇ હતી. જે કેસ માં અદાલતે આરોપી ને આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો છે. જામનગર તાલુકાના ગોરધનપર ગામ માં રહેતા ભાવેશ અમૃતલાલ સોનગરા નામના યુવાન ઉપર કોષ વડે માથા માં હુમલો કરી તેની હત્યા નિપજાવાઇ હતી.

આ અંગે તેજ ગામમાં રહેતા આરોપી નિલેશ અમૃતલાલ કણજારીયા સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ની કલમ મુજા ગુનો નોંધી ને આરોપી ની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ફરિયાદીના વકીલ અને સરકારી વકીલ દ્વારા દસ્તાવેજી પુરાવાઓ અદાલત માં રજૂ કરવામાં આવ્યા હતા .ઉપરાંત સાક્ષી અને સહેદો ના નિવેદનો લેવામાં આવ્યા હતા. ઢોર લઈને જઈ રહેલા ભાવેશ સોનગરા સાથે તેનો સાત વર્ષનો પુત્ર પણ બનાવ સમયે સાથે હતો. અને તેના પિતા ઉપર કોસ વડે હુમલો કરનાર આરોપી નિલેશ કણજારીયા ને નજરે નિહાળ્યો હતો. આ બનાવમાં બાળ સાહેદ ની જુબાની પણ લેવામાં આવી હતી.જે મહત્વ પૂર્ણ હતી. તમામ દસ્તાવેજી પુરાવાઓ અને વકીલની દલીલોને માન્ય રાખીને ન્યાયાધીશ વી પી અગ્રવાલ એ આરોપી નિલેશ કણઝારીયા સામે નો કેસ સાબિત માની ને તેને આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વકીલ રાજેશ કે વસિયર રોકાયા હતા.

Exit mobile version