ગુજરાત
મુખ્યમંત્રી ખાસ વિમાન દ્વારા અચાનક દિલ્હી જવા રવાના
ગુજરાતમાં ભાજપના સંગઠનની પૂન:રચનાની પ્રક્રિયા ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ગમે ત્યારે જાહેર થાય તેમ છે તે પૂર્વે આજે સવારે મુખ્યમંત્રી ખાસ વિમાનમાં દિલ્હી જવા રવાના થતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત અટકળો અને અનુમાનો શરૂ થયા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે અચાનક જ મુખ્યમંત્રી ખાસ વિમાનમાં દિલ્હી રવાના થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરનાર હોવાનું જાણવા મળે છે.
આ બેઠકનો એજન્ડા વિકાસ કામોની ચર્ચા ગણાવાય છે પરંતુ રાજ્યમાં આઇપીએસ ઓફિસરોની બદલી તેમજ સંગઠન અને સરકારમાં નિમણુંકોના મુદ્દે પણ ચર્ચા થનાર હોવાનું જાણવા મળે છે.