Site icon Gujarat Mirror

રાજકોટ બહારથી દવા નહીં ખરીદવા કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય

રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ દવાઓ ધાબડવાનું પ્રમાણ વધી જતા હવે રાજકોટ કેમિસ્ટ એસોસીએશને વિવિધ કંપનીઓના રાજકોટ સ્થિત સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા તમામ સભ્યોને સુચના આપી છે.
કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા હોલસેલ, ઝોનલ તથા કારરોબારી સમિતિના સભ્યોની મીટિંગ મળેલ. જેમા રાજકોટના દવા બજારમાં વધતો જતો ડુપ્લિકેટ દવાઓના કરોબારને ધ્યાનમાં રાખી રાજકોટની બહારથી માલની ખરીદી નહિ કરવા તથા રાજકોટના કંપની દ્વારા નીમેલા સ્ટોકિસ્ટ પાસેથી જ રિટેલર તથા સેમી હોલસેલર માલની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય સંસ્થા દ્વારા હાલમાં જ ભારતભર, ગુજરાત અને રાજકોટમાંથી પણ પકડાયેલ ડુપ્લીકેટ દવાઓને કારણે લોકોને ખોટી ડુપ્લીકેટ દવાઓના વેચાય અને કોઈની જાનહાની કે આડ આસાર ના થાય તેને ધ્યાનમાં રાખીને લેવાયો હતો.

તેમજ આ બાબતે જન જાગૃતી કેળવવા માટે ડુપ્લિકેટ દવાઓ જનજાગૃતી કમીટીની રચના કરવામાં આવી હતી. જો કોઈ મેમ્બર દ્વારા આ બાબતે ગેરરીતી કરતા જણાશે તો આ કમીટી દ્વારા તેમના પર સંસ્થાકીય પગલા લેવામાં આવશે તેવો નીર્ણય પણ કરવામાં આવેલ હતો. આ કમીટીમાં અમીત મજેઠીયા, સત્યેન પટેલ, અંકીત કાછેલા, બાબુલાલ ભુવા, હિતેશ ત્રાડા તેમજ પ્રતીક ગોસ્વામીની નીમણુક કરવામાં આવેલ હતી. જેમના દ્વારા આમ જનતાને જરૂૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવશે.

Exit mobile version