ગુજરાત

સાવધાન: પેપ્સી-કુરકુરે-હોર્લિક્સ આરોગ્ય માટે જોખમી, અઝગઈંનો ચોંકાવનારો રિપોર્ટ

Published

on

પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન કંપનીના ખાદ્ય ઉત્પાદનો હલકી ગુણવત્તાના

ATNI એટલે કે ACCESS TO NUTRITITION INTERVIVE નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત જેવા દેશોમાં આ કંપનીઓના સામાનની ગુણવત્તા નબળી છે..


જો તમે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓની ફૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે તેવું રિપોર્ટમાં કહેવાયું છે..


અઝગઈં નામના વૈશ્વિક ફાઉન્ડેશનના રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. પેપ્સિકો, યુનિલિવર, ડેનોન કંપનીઓ ભારત સહિત વિશ્વભરમાં અનેક પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરે છે. એટીએનઆઈના રિપોર્ટ અનુસાર આ કંપનીઓ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં નબળી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચી રહી છે.


પેપ્સીકો દેશમાં પેપ્સી, સેવનઅપ, સ્લાઈસ, સ્ટિંગ, ચિપ્સ, કુરકુરે વગેરેનું વેચાણ કરે છે. યુનિલિવર હોર્લિક્સ, રેડ લેવલ ચા, તાજમહાલ ચા, ક્લોઝ અપ ટૂથપેસ્ટ, ક્લિનિક પ્લસ શેમ્પૂ અને તેલ, ડવ સાબુ વગેરેનું વેચાણ કરે છે. આ સિવાય ડેનોન બેબી ફૂડ આઈટમ્સ વેચે છે જેમાં પ્રોટીનેક્સ પણ સામેલ છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ સેફ્ટી બોડી હોવા છતાં આ કંપનીઓના ઉત્પાદનોની ગુણવત્તા માપદંડો મુજબ કેમ નથી?


એટીએનઆઈના અહેવાલ મુજબ, પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી પેકેજ્ડ ફૂડ કંપનીઓ ભારત અને અન્ય ઓછી આવક ધરાવતા દેશોમાં આવા ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે જે ઓછા આરોગ્યપ્રદ છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનોને સારા સ્વાસ્થ્ય સ્ટાર રેટિંગ હોય છે. આ રિપોર્ટમાં ઓછી આવક ધરાવતા દેશોની યાદીમાં ભારતની સાથે ઈથોપિયા, ઘાના, કેન્યા, નાઈજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, તાન્ઝાનિયા અને વિયેતનામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આ ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.


આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં આ કંપનીઓના ખાદ્ય ઉત્પાદનોનું સરેરાશ રેટિંગ 1.8 હતું, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ રેટિંગ 2.3 હતું. અઝગઈં અનુસાર, હેલ્થ સ્ટાર રેટિંગ ઉત્પાદનોને 5 પોઈન્ટમાંથી તેમના હેલ્થ સ્કોરના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આમાં 5 શ્રેષ્ઠ સ્કોર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version