રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી અને કમળાના કેસોમાં વધારો નોંધાયો છે જેના પગલે હિટવેવને અનુલઙક્ષીને મહાનગરપાલિકાએ વધુ એક વખત લોકોને આરોગ્યલક્ષી સલાહ આપી છે.
મહાનગરપાલિકાએ આપેલા સતાવાર આંકડા મુજબ ગત તા. 28 એપ્રિલથી તા. 4 મે દરમિયાન એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં ટાઈફોડના બે તથા કમળાના સાત કેસ નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસના 390, સામાન્ય તાવના 571 અને ઝાડા-ઉલ્ટીના 167 કેસ નોંધાયેલ છે.
જો કે, ખાનગી દવાખાનાઓમાં નોંધાયેલા રોગચાળાના આંકડાનો કોઈ હિસાબ નથી, આંકડા માત્ર સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસોના જ જાહેર કરાયા છે.

