પદાધિકારીઓ અને અધિકારીઓની મિલિ ભગતથી 1.75 કરોડના કેલેન્ડર બટકી ગયા બાદ વધુ એક કારસ્તાન થયાની ભારે ચર્ચા
કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી અગાઉ અનેક કૌભાંડો બહાર આવ્યા છે. ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ કૌભાંડો કરતા આ લોકો અચકાશે તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ મોકો મળ્યે ધપલાઓ કરવાની આદત છૂટતી ના હોય તેમ મોટાભા થઇને છપાવેલા રૂા.1.75 કરોડના કેલેન્ડર કોર્પોરેશનને ભટકી ગયા બાદ કેલેન્ડર છાપવાનુ કામ ટેન્ડર વગર આપી દીધાનું ખૂલવા પામ્યુ છે અને આટલી મોટી રકમનું કામ ટેન્ડર વગર કઇ રીતે કરવામાં આવ્યુ તેમજ આ કામમાં કયા અધિકારીઓ તેજમ પદાધિકારીઓની સંડોવણી છે. તે મુદે ભારે ચર્ચા જાગી છે. છતા મુ.કમિશનરના નીર્ણય ઉપર મીટ મંડાઇ છે. જેથી આગામી દિવસોમાં મોટા કડકા ભડાકા થવાના અંધાણ વતાઇ રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયુ છે.
મહાનગર પાલિકાએ પ્રથમ વખત વાર્ષિક કેલેન્ડર છપાવવાનું દૂસાહસ કર્યો છે. એકતો 1.60લાખ કેલેન્ડર કે જેનો ખર્ચ 1.75 કરોડ અંદાજ વામાં આવ્યો છે. જે વર્ષના બે માસ નીકળી ગયા બાદ છપાઇને કોર્પોરેશનને મળ્યા ત્યારબાદ આ કેલેન્ડરનુ વિતરણ કરવામાં પણ અન્યાય થયો હોય તેમ અમુક કોર્પોરેટરોએ કેલેન્ડર પરત કરી દીધા હતા જેના લીધે આજે પણ હજારો કેલેન્ડરના થપા કોર્પોરેશનમાં જોવા મળી રહ્યા છે. વાત અટલેથી અટકથી ન હોય તેમ હવે આ કેલેન્ડરો ટેન્કર કર્યા વગર છપાવી નાખ્યાનું જાણવા મળલે છે. નિયમ મુજબ 10 લાખથી વધુનું કામ કરવાનુ હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા ફરજીયાત છે. છતા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી તેમજ તેમના સાથીઓએ રૂા.1.75 કરોડના કેલેન્ડર છપાવા માટે ટેન્ડર જ પ્રસિદ્ધ ન કરી કૌભાંડ આચર્યુ હોય તેવુ પ્રથમ નજરે લાગી રહ્યુ છે. છતા શા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવી તે તપાસનો વીષય છે. છતા હાલતો કરોડો રૂપિયાના કેલેન્ડર ટેન્ડર વગર છપાવી નખાતા કૌભાંડ થયુ હોવાની ચર્ચા જાગી છે. છતા આ સમગ્ર બનાવની તપાસ મુ.કમિશનર દ્વારા કરવામાં આવે અન કેલેન્ડર છાપવાની કરામતનો ભેદ કેવી રીતે ઉકેલશે તે તરફ સૌની મીટ મંડાઇ છે.
હેડમાં રાતોરાત સુધારો કરી 190 લાખ વધારી દીધા
મહાનગર પાલિકાના બજેટમાં આખા વર્ષના પ્રીન્ટીંગના ખર્ચ પેટે 140 લાખની જોગવાઇ કરવામાં આવી છે. નવેમ્બર માસ સુધીમાં રૂા.127 લાખ વપરાયા હતા અને 13 લાખ ખર્ચ વગરના પડયા હતા. છતા અધિકારીઓએ પાછલા બાનેથી હેડમાં રાતોરાત રૂા.190 લાખનો વધારો કરી 140 લાખના બદલે 330 લાખનું આખા વર્ષનુ પ્રીન્ટીંગનું હેડ તૈયાર કરી નાખ્યુ જેથી વધારાના 190 લાખ કેલેન્ડર છપાવા પાછળ ખર્ચ વામા આવે તો પણ વર્ષ પૂર્ણ થતા હેડમાં ઘટના આવે તેવુ કારસતાન કરી નાખ્યાની ચર્ચા જાગી છે.
સ્ટેન્ડિંગના દ્વી વાર્ષિક કોન્ટ્રાકટમાં કેલેન્ડરનો ઉલ્લેખ જ નથી
કોર્પોરેશનમાં રૂા.1.75 કરોડના કેલેન્ડર વગર ટેન્ડરે છપાવી નાખ્યાનું ખૂલ્વા પામ્યુ છે. આખા વર્ષની પ્રીન્ટીંગની કામગીરી માટે ખર્ચનો હડે તૈયાર કરવામાં આવેલ જેમાં રાતોરાત વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન મહનગર પાલિકાના અલગ અલગ યોજનાઓના ફોર્મ તેમજ અનેક પ્રકારના છાપ કામો કરવા માટે દ્રિ વાર્ષિક કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે પરંતુ કેલેન્ડર છપાવા માટે સ્ટેન્ડીંગમાં દ્રિ વાર્ષિક કોન્ટ્રાકટમાં કેલેન્ડર કામનો કોઇ જાતનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો ન હોવાનુ પણ બહાર આવ્યુ છે. આથી સમગ્ર પ્રકરણ અગાઉથી તૈયાર થયેલ પ્લાન મુજબ કરવામા આવ્યુ હોય તેવી ચર્ચા કોર્પોરેશનમાં જાગી છે.