રાજકોટમા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે આવા કુખ્યાત અને લીસ્ટેડ ગુનેગારોનાં ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે ત્યારે રેલનગરમા મિયાણા વાસમા રહેતા કુખ્યાત સલીમ કાસમ માણેકનાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા પોલીસ તથા મનપાનો સ્ટાફ રેલનગર પહોચ્યા છે અને આ લખાય છે ત્યારે ડેમોલેશનની કામગીરી ટુક સમયમા જ શરૂ કરવામા આવશે.
રાજય પોલીસ વડાની સુચનાથી ગેરકાયદેસર બાંધકામો કરનાર નામચીન અને લીસ્ટેડ ગુનેગારોનાં બાંધકામને તોડી પાડવાની કામગીરી રાજકોટ શહેર પોલીસે કરી છે ત્યારે અગાઉ જંગલેશ્ર્વરમા પોલીસે નામચીન મહીલા રમાનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધા બાદ પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત માજીદ ભાણુનાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડયા હતા ત્યારબાદ પોલીસે સદર બજારમા કુખ્યાત બુટલેગર નાસીર ઉર્ફે મુન્નાના ઘરનુ બાંધકામ તોડી પાડયુ હતુ. રાજકોટમા ગુનેગારોએ કરેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પોલીસ મનપાને સાથે રાખીને કામગીરી કરી રહી છે ત્યારે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇનાં માર્ગદર્શન હેઠળ પ્રનગર પોલીસ મથકનાં પીઆઇ વી. વી. વસાવા અને તેમની ટીમે આજે રેલનગરમા મિયાણા વાસમા રહેતા કુખ્યાત શખ્સ સલીમ કાસમ માણેકનાં ગેરકાયદેસર બાંધકામો અંગેની માહીતી મેળવ્યા બાદ તેનાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી કરી છે જેમા સલીમ કાસમ માણેકે ખડકી દીધેલ ગેરકાયદેસર મકાન, ઓફીસ અને તબેલાને તોડી પાડવા માટે મનપાનાં બુલડોઝર સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ લખાય છે ત્યારે થોડા જ સમયમા સલીમ માણેકનાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામા આવશે. આગામી દિવસોમા હજુ પણ પ્રનગર પોલીસ મથક વિસ્તારમા ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કરનાર આવા અસામાજીક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે .

