Site icon Gujarat Mirror

બિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવનાર બિલ્ડરોને કોર્પોરેશન હસ્તકના રેસીડેન્સિયલ અને કોમર્સિયલ પ્લોટ ફાળવી દેવાશે, મનપાએ આર્થિક ભારણ ઘટાડવા ‘બિલ્ડરોના હિતનો’ નિર્ણય કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની આજે બજેટ રજૂ કરાયું છે જેમાં આવાસ યોજનાને લગતાં કામોમાં બિલ્ડરોને બખાં થાય તેવી દરખાસ્ત સુચવવામાં આવી છે. જેમાં આવાસ યોજનાની પ્રોજેકટ કોસ્ટને પહોંચી વળવા બીઓટી ધોરણે (બીલ્ડ ઓપરેટ ટ્રાન્સફર) ટેન્ડર પ્રક્રિયાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી મંજુર કરાયેલ પ્રોજેકટ માટે બાંધકામ પ્રોજેકટ સામે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસીડેન્સીયલ ફોર સેલ અને કોમર્શિયલ ફોર સેલના પ્લોટ બિલ્ડરને ફાળવી દેવામાં આવશે. પરિણામે આવાસ યોજનાના બાંધકામ ખર્ચ ઉપરાંત પણ વધારાની રોકડી બિલ્ડર કરી શકશે.

આજે મનપાના કમિશ્નર તુષાર સુમેરા દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં આવાસ યોજનાને લગતી ખાસ કામગીરી વર્ણવવામાં આવી છે. જેમાં વર્ષ 2026-27માં ઘર વિહોણા પરિવારોને પોષણક્ષમ ભાવે સુવિધા યુકત પાક્કા આવાસો મળી રહે તેવા ઉમદા હેતુસર આગામી 5 વર્ષ માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા ‘પ્રધાનમંત્રી’ આવાસ યોજના શહેરી 2.0 ‘PMAY 2.0)) પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે યોજનાની માર્ગદર્શિકાને અનુરૂપ રાજ્ય સરકારશ્રી દ્વારા તા.24-3-2025નાં રોજ ઠરાવ ક્રમાંક નં.એએચએમ/102025/128/થ-1થી ઠરાવ પ્રસિધ્ધ કરી યોજના રાજ્યમાં અમલી બનાવેલ છે. જે અંતર્ગત AHP (એફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશીપ), ARH (એર્ફોેટેબલ રેન્ટલ હાઉસિંગ), BLC (બેનીફીસીયરી લેન્ડ ક્ધસ્ટ્રકશન) તથા ISS (ઈન્ટરેસ્ટ સબસીડી સ્કીમ) અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-1 પ્રકારનાં 1170 તેમજ EWS-2 પ્રકારના 2000 આવાસો મળીને કુલ 3170 આવાસોના નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સદરહું પ્રોજેકટ કોસ્ટને પહોંચી વળવા માટે બીઓટી ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરવાનું આયોજન કરવામાં આવનાર છે. જેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી મંજુર થયેલ પ્રોજેકટ માટે બાંધકામની સામે રાજકાટે મહાનગરપાલિકા હસ્તકના રેસીડેન્શીયલ ફોર સેલ અને કોમર્શિયલ ફોર સેલના પાલોટને પાર્સલ બી તરીકે બિલ્ડરને આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાને કોઈ આર્થિક ભારણ રહેશે નહીં. આ જાહેરાતને લઈને મનપાના આવાસ બાંધનાર બિલ્ડરોને પ્રોજેકટ કોસ્ટ ઉપરાંત મહત્વપૂર્ણ વળતર મળી રહે તેવા પ્લોટ પણ આપી દેવાશે.

2025-26માં 6788 આવાસમાંથી ફકત 13 ટકાની જ ફાળવણી થઈ છતાં વધુ 3170 આવાસો બનાવવા પ્લાનિંગ
આજે મનપા દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે નાણાંકીય વર્ષ 2025-26માં અલગ અલગ 17 જેટલી વિવિધ પ્રકારની આવાસ યોજનામાં કુલ 6788 આવાસ સામે 892 આવાસની જ ફાળવણી થઈ શકી છે. ટકાવારીમાં જોઈએ તો આ ફાળવણી ફકત 13.14 ટકા જ છે. આમ છતાં ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને લગડી જેવા પ્લોટ આપી દેવાની દરખાસ્ત કરીને નવા 3170 આવાસ બનાવવા માટે 464 કરોડના ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પેકેજ-1,2 અને 3 હેઠળ અલગ અલગ વિસ્તારમાં ઈડબલ્યુએસ-1 અને ઈડબલ્યુએસ-2 પ્રકારના 3170 આવાસ બનાવવામાં આવશે.

Exit mobile version