Site icon Gujarat Mirror

સરકારી ખરાબો ખાલી કરવાની નોટિસ મળતા દિયર-ભાભીએ ફિનાઇલ પી લીધું

શહેરનાં મોટામવા વિસ્તારમા સરકારી ખરાબા પર રહી વાવેતર કરતા પરીવારનાં મકાનનુ પાંચ દિવસ પુર્વે જ ડીમોલીશન કરાયુ હતુ જેમ છતા પરીવારે જમીનનો કબજો ખાલી નહી કરતા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામા આવી હતી. કાનુની કાર્યવાહી માટે 1પ થી ર0 દિવસનો સમય આપવાની માગ સાથે દિયર-ભાભીએ ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. દિયર-ભાભીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરનાં મોટા મવા વિસ્તારમા રહેતા લલીતભાઇ હરીભાઇ પરમાર (ઉ.વ. 40) અને તેનાં ભાભી ચંદ્રીકાબેન કૈલાશભાઇ પરમાર (ઉ.વ. પ0) સાંજનાં પાંચેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. દિયર-ભાભીને ઝેરી અસર થતા તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.

આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમીક તપાસમા ફીનાઇલ પી લેનાર લલીતભાઇ પરમાર અને ચંદ્રીકાબેન પરમારનાં પરીવારે મોટા મવા વિસ્તારમા સરકારી ખરાબા પર આશરે સાડા પાંચ એકર જમીન પર બાંધકામ કરી વાવેતર કરતા હતા.

ગત તા. 13 નાં રોજ તેમનાં રહેણાંક મકાનનુ ડીમોલીશન કરાયુ હતુ. તેમ છતા પરીવાર દ્વારા જમીનનો કબજો ખાલી કરવામા નહી આવતા કલેકટર અને મામલતદારે વાવેતરની જગ્યા ખાલી કરવા નોટીસ આપી હતી. પરંતુ પરીવારે કાનુની કાર્યવાહી માટે 1પ થી ર0 દિવસનો સમય માગી દિયર-ભાભીએ ફીનાઇલ પીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version