Site icon Gujarat Mirror

એસ.ટી. બસ પોર્ટમાં તૂટેલી રેલીંગોથી મુસાફરો પર જોખમ, તંત્રની બેદરકારી

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ જયંતીભાઈ હિરપરા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટમાં લાંબા સમયથી મુસાફરોની સલામતી માટે બનેલી સ્ટીલની રેલિંગો અસલામત બની છે અને તૂટી ગયેલી છે.

અમુક રેલિંગોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને પ્લેટફોર્મ પરથી ગુમ થઈ ગઈ છે. પ્લેટફોર્મ પર તૂટેલી કેટલીક રેલિંગો પાસેથી નીકળતા મુસાફરો ગફલતમાં રહે તો લોહી લુહાણ હાલત થઈ જાય, અને કપડાં ફાટી જાય એ પ્રકારની આ રેલીંગો હોય ત્યારે એસ.ટી બસપોર્ટના ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને રાજકોટના સિનિયર ડેપો મેનેજરની ધૃતરાષ્ટ્ર નીતિથી મુસાફરો ત્રસ્ત છે. ત્યારે આજરોજ તૂટેલી અને ભંગાર રેલિંગો અંગે ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ એસ.ટી બસપોર્ટ માં સવારે 10:15 કલાકે તૂટેલી રેલિંગો અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન મુસાફરોએ તેમની ફરિયાદો નોંધવાની પોથી (પરિશિષ્ટ એ) મા ફરિયાદ નંબર 479179 થી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અને રાજકોટના વિભાગીય નિયામક એમ.પી રાજને ભાંગીને ભૂકકો થઈ ગયેલી રેલિંગના ફોટા સાથે ફરિયાદની નકલ વોટ્સએપ થી મોકલવામાં આવી છે. 175 કરોડના બનાવેલા બસ સ્ટેશનમાં લાંબા સમયથી રેલિંગો જો આ પ્રકારે તૂટેલી હાલતમાં હોય તો સમગ્ર વિસ્તાર સીસી ફૂટેજ માં હા ેય ત્યારે બેદરકારી અને લાપરવાહી દાખાવનાર જવાબદારો સામે કડક પગલાં ભરવામાં શા માટે લાજ કાઢવામાં આવે છે.

એસ.ટીમાં તોતિંગ ભાડા વધારા સમયે મુસાફરોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા માટે રાજ્ય સરકારે એસ.ટી ને ભાડા વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે મુસાફરોને ભોગવવી પડતી હાલાકીમાં જવાબદારી કોની ? નજીવા ખર્ચમાં થતી રેલિંગોની મરામત માં શા માટે વિલંબ કરવામાં આવે છે. ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396

Exit mobile version