Site icon Gujarat Mirror

દિગ્વિજય પ્લોટમાં ગોડાઉનમાંથી 1.21 લાખના ત્રાંબા-પિત્તળના વાસણની ચોરી

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નાં 10 માં આવેલા એક વાસણના વિક્રેતાના ગોડાઉનને પરમદિને મોડી રાત્રે ત્રાંબા અને પિત્તળના બેડા, તપેલી,બોટલ સહિતના રૂૂપિયા એક લાખ 21 હજારની કિંમતના વાસણોની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને રાજકોટ માંથી બે તસ્કરો ઝડપાઈ ગયા છે. જેઓ પાસેથી વાસણો કબજે કરી લેવાયા છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 11 માં રહેતા અને મહાદેવ વાસણ ભંડાર નામની વાસણની દુકાન ચલાવતા બલરામભાઈ રૂૂપચંદભાઈ પારવાણી નામના સિંધી વેપારી નું વાસણનું ગોડાઉનમાંથી તા 17મીએ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં 48 નંગ ત્રાંબાના બેડા, 110 ત્રાંબાની બોટલ તેમજ 36 નંગ પિત્તળ ની તપેલી સહિતના વાસણોની ચોરી થઈ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.જે ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને રાજકોટમાંથી બે તસ્કરો પકડાયા છે.

રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા વિજય સોલંકી તેમજ જેતપુરના રહેવાસી રાકેશ સોલંકી ની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી 48 નંગ પાણીના બેડા, તેમજ પાણીને બોટલ અને તપેલી સહિતનો તમામ સામાન કબજે કરી લેવાયો છે. જામનગર પોલીસ દ્વારા બંને તસ્કરોનો કબજો સંભાળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version