Site icon Gujarat Mirror

મોરબી નજીક કેનાલમાં પડી ગયેલા યુવકનો મૃતદેહ ડેમમાંથી મળ્યો

મોરબી નજીક એક શ્રમીક યુવાન કેનાલમા પડી ગયો હતો અને મચ્છુ 2 ડેમના પાણીમાંથી મોરબી ફાયર વિભાગના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરતા મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કોરલ ગોલ્ડ સિરામિકમાં રહીને કામ કરતા રાજકુમાર નારાયણભાઈ વનવાસી (ઉ.વ.33) નામના યુવાન કેનાલ પર અકસ્માતે પડી ગયા હતા યુવાનનો મૃતદેહ મચ્છુ 2 ડેમ જોધપર પાસે પાણીમાંથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

પરિણીતાનો આપઘાત
મોરબી સામાકાંઠે રામધન આશ્રમ પાસે નીલમબાગ સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના રામધન આશ્રમ પાસે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી અલ્પાબેન સુરેશભાઈ ધનાણી (ઉ.વ.36) નામની પરિણીતાએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અલ્પાબેનના લગ્નને 17 વર્ષનો સમય થવા છતાં સંતાન નહિ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version