મહાશિવરાત્રી પર્વે રફાળેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મેળામાંથી પરત ફરી ત્રણ મિત્રો ડેમમાં ન્હાવા ગયા હતા જેમાં એક યુવાન ડૂબી જતા મોરબી, રાજકોટ અને જામનગર ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું 45 કલાકની શોધખોળ બાદ આખરે યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નવાગામના વતની અને હાલ મોરબી જેલ રોડ પરની નીલકંઠ સોસાયટીમાં રહેતા સાહિલ દીપકભાઈ સોલંકી મિત્રો સાથે શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વે દર્શન અને મેળામાં ગયા હતા પરત ફરતી વખતે ત્રણેય મિત્રો મચ્છુ 2 ડેમમાં ન્હાવા ગયા હતા અને સાહિલ પાણીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી મોરબી ફાયર ટીમે સતત શોધખોળ કર્યા બાદ પણ પત્તો લાગ્યો ના હતો.
જેથી મોરબી, રાજકોટ અને જામનગર ફાયર ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
રેસ્ક્યુ બોટ સહિતના જરૂૂરી સાધનો સાથે સતત 45 કલાક શોધખોળ કર્યા બાદ ફાયર ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે તેમજ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

