Site icon Gujarat Mirror

સોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી ઉપર ઘોડે સવાર રાઈડઝ ચાલકો ધંધા અર્થે પોતાના નિત્ય ક્રમ મુજબ ગયા હતા તેવામાં ચોપાટી ઉપર પર્યટકો ને અશ્વસવારી કરાવતા સતિષભાઈ રમેશભાઈ સોલંકી રહેવાસી મોટા કોળી વાળા પ્રભાસ પાટણને ધ્યાનમાં આવ્યું કે દરિયામાં એક માનવ લાશ તરે છે આથી તેને બીજા અન્ય અશ્વચાલકો હિરેન ગણેશ ગરેજા રાહુલ અશોક વાજા અકબર હનીફ સુમરા સૌએ તે લાશ ને દરિયા કાંઠે બહાર કાઢી.

પ્રાથમિક ઉપચાર કરી તુરત જ પ્રભાસ પાટણ પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને તે લાશને પ્રભાસ પાટણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હતું પ્રાથમિક દ્રષ્ટિએ જેની ઉંમર આશરે 40 થી 45 વર્ષ છે આ અંગેની આગળની તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન એ.એસ.આઇ કે.બી.પરમાર ચલાવી રહ્યા છે આમ સોમનાથ ચોપાટી ઉપર ધંધો કરતા ઘોડે સવાર ચાલકોએ માનવતા ભર્યા આ કામમાં મદદ કરી સેવાનું કાર્ય બજાવેલ છે. સોમનાથ નો દરયા કિનારો ખુબજ જોખમી છે અને દરીયા મા ડુબવા ના બનાવો વારંવાર બને અને દરીયા ના પાણી મા ન જવા માટે કલેકટર નુ પ્રતિબંધાત્મક જાહેર નામુ પણ છે છતાં આવા બનાવો વારંવાર બનતા રહે છે જ્યારે જ્યારે આવી ધટના બને ત્યારે દરીયા કિનારે લોકો ને જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે જેથી દરીયા કિનારે ધોડેસવાર અને સાઢીયા ની સવારી અને અન્ય ધંધા કરતા લોકો ના ધંધા બંધ રહે છે જેથી તેવોને મુશ્કેલી પડે છે જેથી દરીયા કિનારે લોકો ને જવા નુ સાલુ રાખવામાં આવે જેથી આ નાના લોકો ના ધંધા રોજગાર ચાલુ રહે

Exit mobile version