Site icon Gujarat Mirror

જામનગરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

જામનગરમાં સ્વામિનારાયણનગર શાળા નંબર- 42 પાસે કિશોરભાઈ પરમાર ના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળેથી આજે સવારે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પીએસઆઇ કે એન જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂૂમમાં મૂકી રાખ્યો છે.

Exit mobile version