Site icon Gujarat Mirror

યુનિ. રોડ શક્તિનગરના નિવૃત્ત શિક્ષકની ખીરસરામાંથી લાશ મળી

શનિવારે સાંજે 4 વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી આવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

શહેરનાં યુનિ. રોડ પર આવેલા શકિતનગરમા રહેતા નિવૃત શિક્ષક ગયા શનીવારે પોતાનાં ઘરેથી લાપતા થયા બાદ પરીવારજનોએ તેમની શોધખોળ કરી હતી . ત્યારબાદ કયાંય મળી ન આવતા યુનિ. પોલીસ મથકમા ગુમનોંધ કરવામા આવી હતી અને આજે બપોરનાં સમયે આ નિવૃત શિક્ષકની ખીરસરા ગામની સીમમાથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. તેમનાં મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.

વધુ વિગતો મુજબ યુનિ. રોડ સંપતિ એપાર્ટમેન્ટની બાજુમા શકિતનગર શેરી નં પ મા રહેતા વિષ્ણુપ્રસાદ લાલશંકરભાઇ દવે (ઉ.વ. 87) ગઇ તા 5 નાં રોજ સાંજે 4 વાગ્યે પોતાનાં ઘરેથી કોઇને કહયા વગર નિકળી ગયા બાદ આજે બપોરનાં સમયે તેમની ખીરસરા ગામની સીમમાથી મળી આવતા પરીવારમા શોક છવાઇ ગયો છે. તેમજ આ ઘટનાની જાણ તેમનાં પરીવારને કરવામા આવતા પરીવારજનો તુરંત સિવીલ હોસ્પીટલે પહોંચી ગયા હતા. વિષ્ણુપ્રસાદ જયારે લાપતા થયા ત્યારે તેમનાં પુત્ર વધુએ યુનિ. પોલીસ મથકમા ગુમ નોંધ કરાવી હતી. તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે . બંનેનાં લગ્ન થઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે અને વિષ્ણુપ્રસાદ રીટાયર્ડ શિક્ષક છે. તેમજ તેમને ભુલી જવાની બીમારી હોવાથી તેઓ લાપતા થયા બાદ લાશ મળી આવતા મૃતદેહની ફોરેન્સીક પીએમ કરી મૃત્યુનુ કારણ જાણવા તજવીજ શરુ કરી છે .

Exit mobile version