Site icon Gujarat Mirror

કુવાડવા ગામના આઠ દિવસથી લાપતા આધેડનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

શહેરના કુવાડવા ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં કુવાડવા પોલીસે વધુ તપાસ આરંભી છે. વધુ વિગતો એવી છે કે,ગઈકાલે શિવરાત્રીના દિવસે કુવાડવા ગામના કમલેશભાઈ ઓધવજીભાઈ બહુકિયા(ઉ.47)સાંજના સમયે છ વાગ્યાના ગાળામા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશન સ્ટાફ દવારા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કુવાડવા ગામના કમલેશભાઇની ઓળખ મુન્નાભાઈએ આપી હતી.તેઓનું ડેમમાં ડૂબી જવાથી મોત થયું હતું.બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.

ત્યાં જોયું તો કોહવાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી ત્યારે આ મૃતક કમલેશભાઈને સંતાનમાં ત્રણ દીકરા છે જેનું નામ ભરતભાઈ,સચિન અને ઋતિક છે તેમજ કમલેશભાઈ ના પત્ની હંસાબેન રસોઇ કરીને ગુજરાત ચલાવે છે ત્યારે આઠ દિવસથી કમલેશભાઈ ઓધવજીભાઈ લાપતા બન્યા બાદ લાશ મળી આવતા શોક છવાઈ ગયો છે. ત્યારે કુવાડવામાં બાજુમાં આવેલ ડેમમાંથી તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો.તેઓ મજૂરી કામ કરીને પોતાનો ગુજરાત ચલાવતા હતા.તેમજ ત્રણેય દીકરાએ બાપનું છત્ર ગુમાવતા કુવાડવા ગામમા શોક મગ્ન લાગણી ફેલાઈ હતી.વધુ તપાસ કુવાડવા પોલીસ સ્ટેશન આગળની તપાસ કરી રહ્યા છે.

Exit mobile version