Site icon Gujarat Mirror

મોરબીના લીલાપર રોડ નજીક રામઘાટ પાસે વૃદ્ધાની લાશ મળી

મોરબી લીલાપર રોડ પર આવેલ સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે આશરે 60 વર્ષીય વૃદ્ધાના મૃતદેહને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રામઘાટ પાસે લીલાપર સ્મશાન પાછળ મચ્છુ નદીમાં એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની સામાજિક કાર્યકરોને જાણ થતા ફાયર ટીમને માહિતી આપી હતી જેથી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક આશરે 60 વર્ષના વૃધ્ધા હોવાનું જાણવા મળ્યું છે ફાયર ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version