દિગ્જામ સર્કલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

  જામનગર માં દિગજામ સર્કલ નજીકથી આજે સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ રોનકસિંહ નીરુભા ઝાલા…

 

જામનગર માં દિગજામ સર્કલ નજીકથી આજે સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ રોનકસિંહ નીરુભા ઝાલા (ઉંમર વર્ષ 35) અને જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળ મારુતિ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક યુવાનના શરીરે મોઢા ના ભાગે, તેમજ ગરદનના ભાગે ઇજાના અથવા તો લોહીના નિશાનો જોવા મળ્યા છે. જેથી પોલીશ દ્વારા મૃતદેહના કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ મામલે સીટી સી. ડિવિઝન ની પોલીસ ટુકડી ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. જે યુવાનનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.