ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી
ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી વધુ ગેરકાયદે મકાન અને ઝુપડા તોડી પાડવા અગાઉ નોટિસ આપી નિર્દેશ આપ્યો હતો. 15 દિવસની નોટિસ બાદ આજે મુદ્દત પુરી થતા જ કુંભારવાડા-મોતીતળાવ નદી વિસ્તારમાં કોર્પોરેશનનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી પડયો હતો અને બુલડોઝર ફેરવી દીધા હતા. 800થી વધુ મિલ્કત હટાવવા તબક્કાવાર ઓપરેશન ડિમોલીશન આગળ વધી રહ્યું છે. બીજી બાજુ સ્થાનિકોને પણ આ દબાણ હટીને જરહેશે તેનો ખ્યાલ આવી ગયો હોય તેમ દબાણક લોકોએ નુકશાન ટાળવા ધરવખરી જાતે જ હટાવવાનું શરૂૂ કર્યું હતું. જો કે, તેમ છતાં રોકકળ અને વિરોધ નો તંત્રએ સામનો કરવો પડયો હતો. તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ઝુપડપટ્ટી સેલના આગેવાન શરૂૂઆતમાં વિરોધ માટે મેદાનમાં આવતા પોલીસે અટકાયત કરી લીધી હતી.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરીઓ છે. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ પૂરું કરવા તંત્રએ મથામણ શરૂૂ કરી છે. તંત્ર દ્વારા પંદર દિવસ પહેલા 800થી વધુ દબાણો હટાવવા આખરી નોટિસ આપી હતી . આજે મુદત પૂરી થતાં સવારથી જ તંત્રએ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા મક્કમતા દેખાડવાના ભાગરૂૂપે આજે ચાર જેસીબી અને બે હિટાચી સાથે મેગા ડિમોલીશન શરૂૂ કર્યું હતું. મહાનગરપાલિકાના 100 કર્મચારીઓ અને 200 પોલીસ જવાનો ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું હતું. ગઢેચી શુદ્ધિકરણ મોજકટ માટે 800થી વધુ મિલ્કતો તંત્રના લીસ્ટ માં જેમાં પાંચથી વધુ ધાર્મિક મિલ્કતો પણ હોવાનું જાણવા મળ્યું છે. મોતી તળાવ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. હાલ રમજાન માસ શરૂૂ હોય મુસ્લિમ સમાજના લોકો રોજા રહેતા હોય તેમાં ડિમોલેશન હાથ ધરાવતા સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.