આવનારી રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ, દબાણ અને સત્તાના દુરુપયોગની રાજનીતિ આ વખતે ચાલશે નહીં. વર્ષોથી સત્તાના ઘમંડમાં ભાજપાએ લોકશાહી મૂલ્યોને પગતળે દબાવી વિરોધીઓને ડરાવા, ભેળવવા અને તોડવા પ્રયાસ કર્યા છે, પરંતુ હવે રાજકોટની જનતા બધું સમજી ગઈ છે. શહેરમાં વધતા વેરા, ખાડાઓથી ભરેલા રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામો સામેની મૌન સહમતી, ભ્રષ્ટાચાર અને સામાન્ય નાગરિકોની અવગણના – આ બધું ભાજપાના શાસનની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે. ચૂંટણી નજીક આવે એટલે રાહતના ઢોંગ અને જાહેરાતોની ઝડી વરસાવવી એ ભાજપાની જૂની ટેવ બની ગઈ છે.
મયુર શાહે કટુ શબ્દોમાં કહ્યું કે ભાજપા હવે રાજકારણ નહીં પરંતુ ’મેનેજમેન્ટ’ પર ઉતરી આવી છે સત્તા બચાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છે.
પરંતુ આ વખતે રાજકોટના મતદારો તોડ-જોડની રાજનીતિને કરાર જવાબ આપશે. કોંગ્રેસ પાર્ટી નવી રણનીતિ, મજબૂત સંગઠન અને યુવા શક્તિ સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. અનુભવી આગેવાનો અને કાર્યકરો ઘેરઘેર પહોંચી લોકોના સાચા પ્રશ્નોને ચૂંટણીનો કેન્દ્રબિંદુ બનાવશે. આ વખતે ચૂંટણી માત્ર સત્તા બદલવાની નથી, પરંતુ રાજકોટના સ્વાભિમાન અને ભવિષ્ય બચાવવાની છે.
આવનાર પરિણામોમાં મોટો રાજકીય ફેરફાર નિશ્ચિત છે અને ભાજપાની અહંકારપૂર્ણ રાજનીતિનો અંત નજીક છે. તેમ શહેર કોંગ્રેસ સમિતિનાં મંત્રી મયુર શાહ (98294 38483)ની યાદીમાં જણાવાયું છે.

