ભાજપ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા દ્વારા કરાયેલ હુમલાનો વીડિયો વાયરલ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ના મારુતિનગર વિસ્તાર મા હાલ આરસીસી રોડ નુ કામ શરુ કરવામાં આવ્યુ છે. જો કે આ રોડ બંને તે પેહલા જ વિવાદ મા સપડાતો જોવા મળ્યો છે. એક બાજુ અન્ય વિસ્તારના સ્થાનિકોનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ ના નેતાઓના ઘર પાસેના જ રોડ બંને છે અન્ય ક્યાંય બનતા નથી. હાલ જે મારુતિ નગર મા રસ્તો બની રહ્યો છે તે ભૂતકાળ મા આરસીસી રોડ બનેલો હતો તેના પર ફરી આ રોડ બનાવવા મા આવી રહ્યો છે. જયારે વડિયાના અનેક વિસ્તાર મા આજદિન સુધી રસ્તાઓ બન્યા જ નથી ત્યારે એક રોડ ઉપર બીજો રોડ બંને તો લોકોના આક્ષેપ, મેણા અને ટોણા સહન કરવા પડે તે સ્વાભાવિક છે.
આ રોડ બનવા માટે ની કામગીરી શરુ થતા સ્થાનિક મારુતિ નગર ના લોકો દ્વારા મંત્રી કૌશિક વેકરીયા ના કહ્યા મુજબ સ્થાનિક લોકો રેતી, કાંકરી અને સિમેન્ટ ના તગારા ગણવા ઉભા રહી ગયા જેથી આ રસ્તોનુ ક્વોલિટીનુ કામ થાય. સ્થાનિકો એ માલ ના તગારા ગણતા આ આરસીસી રોડના કામમા 20તગારા કાંકરી, 15 તગારા રેતી સામે ફક્ત 1 થેલી સિમેન્ટ વપરાતી હોવાથી જાગૃત વ્યક્તિ દ્વારા ગ્રામપંચાયતના વિપક્ષી સભ્ય જેનેદ ડોડીયા ને આ બાબતે ફરિયાદ કરતો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.આ ઓડિયો વાઇરલ થતા જ રોડ ના કામમા ધીંગાણું શરુ થયું હતુ અને થોડી વાર પછી ફરી એક વિડીયો વાઇરલ થયો હતો જેમા આ રોડના કામમા તગારા ગણનાર જાગૃત નાગરિક કે જેને આ કામ બાબતે ગ્રામપંચાયત ના વિપક્ષી સદસ્ય ને કોલ કર્યો હતો તે તેને બેફામ ગાળો આપતો અને પાવડો લઈને મારવા દોડતો ભાજપ નેતા એવા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા નો વિડીયો વાઇરલ થયો હતો.
આ વિડીયો વાઇરલ થતા જ આ રસ્તાની કામગીરી બંધ થઇ હતી અને આ રસ્તના કામમા જાણે મોટુ ધીંગાણું થયું હોય તેમ લોકોના ટોળા જોવા મળ્યા હતા. આ ઘટના બનતા જ વડિયા ના બજારો મા ભાજપ નેતાના વાણી વિલાસ અને હુમલાઓ ની ચર્ચાઓ થતી જોવા મળી હતી. થોડા સમય પેહલા મંત્રીશ્રી અને અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરીયા ની તગારા ગણવાની અને ભ્રષ્ટાચાર રોકવાની અપીલ ને લોકોએ વધાવી હતી તો તગારા ગણતા સ્થાનિક જાગૃત લોકો પર તેમના જ મત વિસ્તાર મા હુમલાઓ ભાજપ નેતાઓ કરે તે કેટલું યોગ્ય ? શું શિસ્ત મા માનતી ભારતીય જનતા પાર્ટી આવા પાર્ટી ની છબી ખરાબ કરતા આ ભાજપ ના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા કે જેનો હુમલો કરતો અને ગાળો આપતો વિડીયો વાઇરલ થયો છે તેની સામે પગલાંઓ લેશે કે નહિ તે તો આવનારો સમય જ બાતવશે.

