Site icon Gujarat Mirror

ભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારી

લેઉવા પટેલને સૌથી વધુ 13 ટિકિટ: 17 જ્ઞાતિને માત્ર 1 ટિકિટ મળી

ક્ષત્રિય – આહીરને 7-7 ટિકિટ, કડવા પટેલને 5 ટિકિટ આપતું ભાજપ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એ તમામ 18 વોર્ડના 72 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી છે અને અહીં 28 જ્ઞાતિ મેદાને આવી છે. હાલ જ વિગતો મળી રહી છે તે મુજબ લેઉવા પટેલને સર્વાધિક ટીકીટો આપી છે જ્યારે ક્ષત્રિય અને આહિર જ્ઞાતિ ને 7-7 ટિકિટો ફાળવવામાં આવી છે. મળતી માહિતી મુજબ 17 જ્ઞાતિ એવી છે કે જેને માત્ર એક જ ટિકિટ ભાજપ એ આપ્યું હોય જ્યારે ત્રણ જ્ઞાતિ એવી છે કે જેને 2-2 ટિકિટ આપી છે. માત્ર એક જ્ઞાતિ એટલે કે બ્રાહ્મણ જ એ વિશે કે જેમાં પાંચ ટિકિટો આપી હોય. તો બીજી તરફ, કોળી, અને વણકર જ્ઞાતિના ચાર ટિકિટો ફાળવી છે.

છતાં પણ ગુજરાતમાં આ ટિકિટ વહેચણીને લઈને ભાજપે ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. હાલ વોર્ડ વાઇઝ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જેને શાંત પાડવામાં પ્રદેશ સંગઠન અને શહેર સંગઠન પણ ખાસી મહેનત કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ઉકળતો જરૂૂર હાલ શહેર ભાજપમાં જોવા મળ્યો છે તેને શાંત કોઈપણ રીતે પડતો નથી. વોર્ડ નંબર 2 માં રઘુવંશી અને બ્રહ્મ સમાજને જે રીતે અવગાણા કરવામાં આવી છે તેનાથી અન્ય જ્ઞાતિઓમાં પણ ક્યાંકને ક્યાંક રોષ ભભુકી ઉઠ્યો છે. એ વાત સાચી છે કે 72 બેઠકો માટે 28 જ્ઞાતિ મેદાને આવી છે પરંતુ તેમાં પણ જ્ઞાતિ મુજબ જે ટિકિટો ફાળવવામાં આવી જોઈએ તે ન ફાળવવામાં આવતા હાલ ભાજપ સામે ઉમેદવારોની સાથો સાથ સ્થાનિક આગેવાનોનો પણ રોષે ભરાયો છે. ત્યારે આ વખતની બેઠક વહેંચણી ભાજપ માટે કેટલી અસરકરતા સાબિત થશે તે હવે જોવાનું રહ્યું.

વિવિધ જ્ઞાતિ અને ફાળવવામાં આવેલી ટિકિટો

જ્ઞાતિ આપેલી ટિકિટ
બ્રાહ્મણ. 5
કુંભાર પ્રજાપતિ. 1
ચૌધરી. 1
ક્ષત્રિય. 7
વાલ્મિકી. 1
પ્રજાપતિ. 1
જૈન. 1
સિંધી. 1
કોળી. 4
લેઉવા પટેલ. 13
આહિર 7
કારડીયા રાજપૂત. 2
સગર. 1
ભરવાડ. 2
વણકર. 4
ગુર્જર પ્રજાપતિ. 1
ધોબી. 1
લોહાણા. 3
ભીલ. 1
કડવા પટેલ. 5
કુંભાર. 1
વાણંદ. 1
ગુર્જર સુથાર. 1
કાઠી. 1
સોની. 1
દેવીપુજક. 1
બાવાજી. 1
કડીયા. 2

Exit mobile version