Site icon Gujarat Mirror

ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની અને મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી જે અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકાના ચુંટણી નિરીક્ષક તરીકે કેબીનેટ મંત્રી અને રાજકોટ વિધાનસભા71 ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ વિધાનસભા-68 ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની નિમણુંક કરવામાં આવી છે. જયારે રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની પોરબંદરના ચુંટણી નિરીક્ષક તરીકે તેમજ રાજકોટ શહેર ભાજ5 પૂર્વ મહામંત્રી, રાજકોટ સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઈ શુકલની અમરેલી જીલ્લાની ચારેય નગરપાલિકામાં ચૂંટણી નિરીક્ષક તરીકે અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાની બોટાદ નગરપાલિકામાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આ નિયુકિત થતાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડાળીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા સહકાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે સહિતના રાજકોટ શહેરના સંગઠનના અને ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version