Site icon Gujarat Mirror

સોનામાં ભાવ તૂટવાની અફવાથી વેચનારાઓને બિસ્કિટે નફામાં 80,000ની નુકસાની વેઠવી પડી

સોશિયલ મીડીયામા કોઇપણ જાતની ખરાઇ વગર વાઇરલ થતા મેસેજથી ઘણી મોટી આર્થીક નુકસાની વેઠવી પડે છે. છેલ્લા 4 – પ દિવસથી એક ન્યુઝ ઝડપથી વાઇરલ થઇ રહયા હતા જેમા દાવો કરવામા આવ્યો હતો કે સોનુ તુટીને પપ000 રૂપિયાની સપાટીએ પહોંચી જશે. અમુક લોકોએ તર્ક લગાવ્યા વગર જ તેને સાચુ માનીને પોતાની પાસે રહેલુ સોનુ વેચવા માટે માર્કેટમા દોટ મુકી હતી. જેને પરીણામે છેલ્લા બે દિવસમા ર4 કેરેટ સોનુ 86 હજારનાં ભાવે પહોંચી જતા વેચી નાખ્યુ હતુ. પરંતુ ગઇકાલે રાતે જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફ યુધ્ધમા 90 દિવસનાં વિરામની જાહેરાત કરતા જ સોનુ ફરી તેજીમા આવી ગયુ હતુ અને રાતે ભારે વધારો નોંધાયો હતો આજે સોનાનો ભાવ ર4 કેરેટ ફાઇન ગોલ્ડનો 94550 પહોંચી ગયો છે. જેથી બે દિવસ પુર્વે સોનુ વેચનારાઓને પ્રતિ બિસ્કીટે 80 હજાર રૂપિયાની નફામા નુકસાની સહન કરવી પડી રહી છે.

માર્કેટનાં એક્ષ્પર્ટોના જણાવ્યા પ્રમાણે સોના – ચાંદીનાં ભાવ પર કોઇનુ નિયંત્રણ હોતુ નથી. વૈશ્ર્વિક પરીબળો, ડીમાન્ડ સપ્લાય તેમજ યુધ્ધ કે ઉત્પાદક દેશની નિતી પર ભાવ નિર્ભર રહેતા હોય છે અને જયારે વૈશ્ર્વિક શેરબજારમા અનિશ્ર્ચિતતાનો માહોલ હોય ત્યારે સોના – ચાંદી જેવી કિંમતી ધાતુમા રોકાણકારોનો વિશ્ર્વાસ વધતો હોય છે પરંતુ અમુક લોકો દ્વારા એવી અફવા વહેતી કરવામા આવી હતી કે સોનુ પપ000 પહોંચી જશે જેથી ભોળા લોકોએ સોનુ વેચવા જવેલર્સને ત્યા દોટ મુકી હતી. બે દિવસમા જ સોનાનો ભાવ ફરી નવા હાઇ પર પહોંચી ગયો છે. બુધવારથી આજ સુધીમા સોનામા 10 ગ્રામએ 24 કેરેટમા 3પ00 રૂપિયા વધી ગયા છે. હવે સોનાએ ફરીથી પોતાની તેજીની રફતાર હાંસલ કરી લીધી છે ત્યારે સોનામા રોકાણ કે વેચાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લઇને જ આગળ વધવુ જોઇએ.

Exit mobile version