Site icon Gujarat Mirror

માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત

મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતો અનુસાર વીરજીભાઈ રાઠોડએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, રમેશભાઈ નરશીભાઈ રાઠોડ પોતાના મોટર સાયકલ નં GJ36AA6133 વાળું લઇ જતા હોય દરમિયાન મોરબી-માળીયા(મી) નેશનલ હાઇવે ગાળા ગામના પાટીયા પાસે રીઓ સીરામીક કારખાના સામે પહોંચતા પૂર ઝડપે આવતા ક્ધટેનર GJ12BX7399 એ બાઈકને ઠોકરે લીધું હતું. ચાલક રમેશભાઈને માથા તથા શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ક્ધટેનર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મુકીને નાસી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાને પોતાના રહેણાંક ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જયદીપભાઈ ચંદુલાલ સંધાણી ઉવ.28, રહે. મહેન્દ્રનગર હળવદ રોડ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નં. 701 મોરબી વાળાએ ગઈકાલ તા. 13/02/2026ના રોજ પોતાના ફ્લેટના રૂૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે દિનેશભાઈ ધરમશીભાઈ માકાસણા રહે.રવાપર રોડ ઉમા રેસીડેન્સી મોરબી વાળા પાસેથી બો ડિવિઝન પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અકસ્માતે રજીસ્ટર કરી આગળની તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version