Site icon Gujarat Mirror

રૂા.4.47 કરોડની લોન નહીં ભરનાર ભવાની એન્ટરપ્રાઇઝનો કબજો લેવાયો

રાજકોટ જિલ્લામાં કરુર વૈશ્ય બેંક દ્વારા ભવાની એન્ટરપ્રાઇઝ, આણંદપર નવાગામની એક મિલકતનો કબ્જો સિક્યોરિટાઇઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ લેવામાં આવ્યો છે. બેંક દ્વારા આ કાર્યવાહી રૂૂ. 4,46,99,981.08/- (ચાર્જ કરોડ છેતાલીસ લાખ નેવું હજાર નવસો એક્યાસી રૂૂપિયા અને આઠ પૈસા) અને ત્યારબાદના ચડત વ્યાજની વસૂલાત માટે કરવામાં આવી છે, જે 31/05/2019 સુધી બાકી હતા. કરુર વૈશ્ય બેંક દ્વારા આણંદપર નવાગામ સ્થિત ભવાની એન્ટરપ્રાઇઝની મિલકતનો કબજો લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કલેક્ટર પ્રભવ જોષી દ્વારા ધી સિક્યુરિટાઈઝેશન એક્ટ તળે સિક્યોર્ડ એસેટનો કબજો લેવા બાબતનો હુકમ તારીખ 27/11/2020 ના રોજ કરવામાં આવ્યો હતો. આ હુકમના આધારે, આજે તારીખ 23/05/2025 ના રોજ મામલતદાર કે.એચ. મકવાણા, મામલતદાર, રાજકોટ (તાલુકો) અને ડી.એમ. વઘાસિયા, સર્કલ ઓફિસર દ્વારા મિલકતનો કાયદેસર કબજો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કબજો કરુર વૈશ્ય બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવ્યો હતો.

બેંકના જણાવ્યા અનુસાર, ભવાની એન્ટરપ્રાઇઝ પર તા. 31/05/2019 સુધીની બાકી લહેણી રકમ રૂા.4,46,99,981.08/- અને ત્યારબાદનું ચડત વ્યાજ બાકી હતું. આ રકમની વસૂલાત માટે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બેંક દ્વારા તેમના બાકી લેણાંની વસૂલાત સુનિશ્ચિત કરવાના પ્રયાસોનો એક ભાગ છે.

Exit mobile version