Site icon Gujarat Mirror

ભગવતીપરાના ખજૂરના વેપારીને ઉંચા વળતરની લાલચ આપી રૂા.36.64 લાખની ઠગાઈ

શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા ખજુરના વેપારી સાથે વ્યવસાયમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી રૂૂ. 36.64 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રાજકોટ શહેરના આર્થિક ગુન્હા નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ભગવતીપરામાં રહેતા ખજુરના વેપારી ઈમરાનભાઈ હારૂૂનભાઈ રાઉમા એ કરેલી પોલીસમાં ફરિયાદમાં શૈલેષભાઈ મનસુખભાઇ કાછડીયાનું નામ આપ્યું છે .ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2024માં તેમના મિત્ર રોહિતભાઈ ચૌહાણ મારફતે તેમનો પરિચય શૈલેષભાઈ મનસુખભાઇ કાછડીયા (રહે. સમજુપાર્ક, નવાગામ) સાથે થયો હતો. આરોપી શૈલેષભાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેમની માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે અને તેઓ હાર્ડવેરનો વ્યવસાય કરે છે. આરોપીએ લાલચ આપી હતી કે જો તેઓ તેના વ્યવસાયમાં રોકાણ કરશે, તો દર મહિને 9% જેટલું ઊંચું વળતર આપવામાં આવશે.

ફરિયાદીએ વિશ્વાસ રાખીને તારીખ 02/04/2024 થી 13/11/2024 દરમિયાન કટકે-કટકે બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને કુલ રૂૂ. 53,40,050 નું રોકાણ કર્યું હતું. શરૂૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીએ વળતર પેટે રૂૂ. 16,75,400 પરત આપ્યા હતા. જોકે, ત્યારબાદ બાકી રહેતી મુદ્દલ અને વળતરની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીએ તેની પત્નીના નામે આવેલી દુકાન આપી દેવાનો વાયદો કર્યો હતો, પરંતુ તે પણ પૂરો કર્યો ન હતો અને અંતે નાણાં પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ઈમરાનભાઈએ અંતે પોતાની સાથે થયેલી રૂૂ. 36,64,650 ની છેતરપિંડી અંગે રાજકોટ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી શૈલેષભાઈ મનસુખભાઇ કાછડીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 318(4) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. આ કેસની તપાસ પીએસઆઈ મકરાણી ચલાવી રહ્યા છે.

Exit mobile version