Site icon Gujarat Mirror

બેબોએ હિંમતથી સામનો કર્યો: પત્નીનો બચાવ કરતો સૈફ

 

હુમલાની રાતનું પ્રથમવાર મીડિયાને વર્ણન કરતા અભિનેતાએ કહ્યું, બેબોએ જેહને તરત બહાર લઇ જવા કહ્યું: હુમલાખોરના હાથમાં છરી હોવાની મને પહેલાં ખબર ન હોતી

સૈફ અલી ખાન પરના હુમલાથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ તેના ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. સુપરસ્ટારના ઘરમાં ઘૂસણખોર આ રીતે હુમલો કરી શકે છે તે માનવું કોઈ માટે મુશ્કેલ હતું. આ ઘટના પછી સૈફ અલી ખાને પહેલીવાર પોતાનો અનુભવ શેર કર્યો અને કરીના કપૂરની પ્રશંસા કરી, જેણે આખી પરિસ્થિતિને તાકાતથી સંભાળી.

એક ઇન્ટરવ્યુમાં, સૈફ અલી ખાને તે ભાગ્યશાળી રાત વિશે વિગતવાર વાત કરી. તેણે કહ્યું કે કરીના કપૂર તે રાત્રે જમ્યા બાદ ઘરે પરત ફરી હતી અને થોડીવાર વાતો કર્યા બાદ બંને સૂઈ ગયા હતા. પરંતુ રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘરની નોકરાણી ગીતા દોડી આવી હતી. તેનો અવાજ ગભરાટથી ધ્રૂજતો હતો. જ્યારે અભિનેતાએ ઘૂસણખોરીનો સામનો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કરીનાએ જોરથી બૂમ પાડી, જેહને બહાર કાઢો! ઝડપથી!

સૈફે જણાવ્યું કે આ સમગ્ર ઘટના દરમિયાન કરીના તેના બે પુત્રો સાથે બીજા રૂૂમમાં ગઈ હતી. જોકે ઘરે હુમલાને કારણે તેણીની આંખોમાં આંસુ હતા, તેમ છતાં તે મજબૂત રીતે ઊભી હતી. જ્યારે તેણીએ અભિનેતાને લોહીથી લથપથ જોયો, ત્યારે તેણી તેની પાસે દોડી ગઈ. તેની આંખોમાં ડર અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. સૈફ, તમે ઠીક છો? તેણે ધ્રૂજતા અવાજે પૂછ્યું. હું ઠીક છું, બેબો, ચિંતા ન કરો, સૈફે જવાબ આપ્યો.

આ દરમિયાન કરીના મદદ માટે ફોન કરતી રહી, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. બાદમાં, અભિનેત્રી પોતે ઘરની બહાર રસ્તા પર આવી અને ઘાયલ સૈફને હોસ્પિટલ લઈ જવા માટે ઓટો અને ટેક્સીઓ બોલાવવા લાગી. સૈફે કહ્યું કે તે રાતની ઘટનાએ કરીનાને હચમચાવી દીધી હતી, પરંતુ તેણે પૂરી હિંમત અને ધીરજ સાથે પરિસ્થિતિનો સામનો કર્યો.

સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેણે શરીફુલ ઈસ્લામને પહેલીવાર જોયો ત્યારે તે કેવો હતો.

કેવી રીતે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને કેવી રીતે સૈફને ખ્યાલ ન આવ્યો કે તેના હાથમાં છરી છે. જ્યારે તેણે હુમલાખોરને પહેલીવાર જોયો ત્યારે તેણે વિચાર્યું કે તેના હાથમાં લાકડી છે.

હુમલાની ઘટના પછી જેહે પિતાને પ્લાસ્ટિકની તલવાર આપી
અભિનેતાએ કહ્યું કે મને લોહીથી લથપથ હાલતમાં જોયા બાદ તેના મોટા પુત્ર તૈમુરે તેને પૂછ્યું – શું તમે મરી જવાના છો? મેં કહ્યું- ના. સૈફ અલી ખાને કહ્યું કે તેનો પુત્ર તૈમૂર આ બધા દરમિયાન એકદમ શાંત અને સંતુલિત હતો. સૈફે જણાવ્યું કે તેના મોટા દીકરાએ તેને કહ્યું હતું કે હું તારી સાથે જઈશ. જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે આ સમગ્ર મામલે તેના પરિવારની પ્રતિક્રિયા કેવી છે, તો અભિનેતાએ કહ્યું, ભગવાનનો આભાર બાળકો સારા છે. જેહે મને પ્લાસ્ટિકની તલવાર આપી છે, અને કહ્યું છે – આગલી વખતે જ્યારે કોઈ ચોર આવે તો તેને તમારા પલંગની પાસે રાખો. તે કહે છે કે ગીતાએ અબ્બાને બચાવ્યો અને અબ્બાએ મને બચાવ્યો.

Exit mobile version