Site icon Gujarat Mirror

રૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયો

રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગત તા.8 અને 9 નવેમ્બર 2025 ના બે દિવસીય નેશનલ લીગલ સેમિનારમાં કુલ 10 વિષય/ટોપીક ઉપર સમગ્ર વકીલો માટે જ્ઞાનસેતુ પરમાર્થના કાર્યમાં બહોળી સંખ્યામાં વકીલઓએ લાભ લીધો હતો. સોશિયલ મીડિયા મારફત સફળ સેમિનારને વખોડવા થયેલ પ્રયત્ન સામે રાજકોટ બાર એસોસીએશન અને તમામ સભ્યોને પારદર્શી વહીવટ ચકાસવા હિસાબ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

સ્વામીનારાયણ મંદિર ખાતે 3000 થી વધુની જાજરમાન બેઠક વ્યવસ્થા ધરાવતા ઓડીટોરીયમ ભાડે રાખી સમગ્ર રાજકોટ તથા રાજકોટ જીલ્લાના વકીલોને તજજ્ઞો મારફત જ્ઞાનની સરવાણી કેળવવા તથા વકીલોના આદર સન્માન જળવાઈ તે રીતની વ્યવસ્થા અનુરૂૂપ સ્વામીનારાયણ મંદિરના ભોજનાલયમાં બંને દિવસ નાસ્તો, જમણવાર તથા હાઈ-ટીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તે હકીકતથી તમામ સેમિનારમાં હાજર વકીલો માહિતગાર છે. સેમિનારમાં ભાગ લેનાર વકીલો અને આમંત્રિત મહેમાનોને સેમિનાર કીટ આપવામાં આવી હતી. તેમજ સેમિનાર પૂર્ણ થયે અનુદાન સ્વરૂૂપે મળેલ લેધર બેગ અને શ્રી મેજર એક્ટ આપવામાં આવ્યું હતું.

સમગ્ર સેમિનાર દરમિયાન રાજકોટ બાર એસોસીએશન દ્વારા સેમિનારમાં ભાગ લેનાર વકીલો અને આમંત્રિત મહેમાનોની ગરિમાપૂર્ણ વ્યવસ્થા તેમજ મંદિરના ઓડીટોરીયમ, નાસ્તો-ભોજન, મંડપ સર્વિસ, ફોટોગ્રાફી તથા વિડીયો શુટિંગ, લાઈવ સ્ટ્રીમીંગ, મોમેન્ટો-ગીફટ, સ્ટેશનરી તથા પ્રિન્ટીંગ, બેનર,સુશોભન વિગેરે તથા સ્પીકરને હોટેલમાં રહેણાંકના ખર્ચાઓ થયા હતા. જે તમામ ખર્ચામાંથી મહતમ ખર્ચ બેંક મારફત અને રોકડ ખર્ચ વાઉચર મારફત થયેલ જે કુલ ખર્ચ રૂૂ.20,47,718 થયો હતો જેની સામે રજીસ્ટ્રેશન ફી તથા સ્વૈચ્છિક ડોનેશન પેટે મળેલી રકમ રૂૂ.22,25,000 ની આવક થયેલ છે જેથી ખર્ચ બાદ કરતા બચેલી રકમ રૂૂ.1,77,282 રાજકોટ બાર એસોસીએશનના બેંક ખાતામાં જમાં સિલક છે. જે રાજકોટ બારની પુંજી તરીકે રહેલ છે. ઉપરોક્ત તમામ હિસાબ અન્વયે આવક જાવકનું સરવૈયું તથા બેંક સ્ટેટમેન્ટ રાજકોટ બારની કાર્યાલયમાં ઉપલબ્ધ હોય સેમિનારમાં સહભાગી થનાર તથા રાજકોટ બારના તમામ સભ્યો નેશનલ લીગલ સેમિનારના હિસાબથી વિદિત થાય તે શુભ હેતુથી રાજકોટ બાર એસો ની યાદી જાહેર કરેલ છે.

Exit mobile version