જામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યા

જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર…

જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર શહેર પણ શોકાતુર બન્યું છે. જામનગર શહેરમાં પણ તેઓને શોકાંજલી પાઠવવામાં આવી રહી છે, અને તે અંગેના બેનર-પોષ્ટર પણ જોવા મળી રહ્યા છે.

રાજ્યસભા ના સાંસદ પરિમલભાઈ નથવાણી કે જેઓએ વિજયભાઈ રૂૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવતા બેનર લગાવાયા છે, અને પ્રશાસનિય સેવા, રાષ્ટ્રભક્તિ તથા સંગઠન શક્તિને ઉજાગર કરનાર વિજયભાઈ રૂૂપાણીને યાદ કરીને તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. આ ઉપરાંત જામનગર શહેર ભાજપના ત્રણ પૂર્વ અધ્યક્ષ એડવોકેટ અશોકભાઈ નંદા, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, અને મુકેશભાઈ દાસાણી કે જેઓએ પણ ભાજપાના અડીખમ યોદ્ધાને હૃદયાંજલિ પાઠવી છે.