જામનગરમાં ઘરમાં તોડફોડ કરી ખંડણી માંગનાર દીવલાની ધરપકડ

જામનગરના શાંતિનગર વિસ્તારના દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોનની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે મહિલાના ઘરમાં તોડફોડ અને ખંડણીની માગણીનો આરોપ છે. પટેલ કોલોનીના…

જામનગરના શાંતિનગર વિસ્તારના દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોનની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે મહિલાના ઘરમાં તોડફોડ અને ખંડણીની માગણીનો આરોપ છે. પટેલ કોલોનીના ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 6 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે દિવલા ડોન તેના સાગરિતો સાથે મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આરોપીઓએ ઘરમાં કાચ અને ટેબલ ફેન તોડી નાખ્યા હતા.

આરોપીઓએ મહિલાને ધમકી આપી ₹50,000ની માગણી કરી હતી. તેમણે મકાન ખાલી કરી નિર્મળસિંહ વકીલને સોંપી દેવાની પણ ધમકી આપી હતી. આ કેસમાં દિવલા ડોન ઉપરાંત બળભદ્રસિંહ જાડેજા, એક અજાણ્યો વ્યક્તિ અને નિર્મળસિંહ વકીલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. પીએસઆઇ જે.પી.સોઢા અને તેમની ટીમે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. દિવલા ડોનને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. તેની સામે સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં અન્ય એક કેસમાં પણ તે વોન્ટેડ છે.