Site icon Gujarat Mirror

ઇંધણ બચત માટે નિયત સમય પૂર્વે સરકારી વાહનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અનોખી પહેલ, મોડેલનો સમગ્ર ગુજરાતમાં અમલ કરાવાશે

વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને પેટ્રોલ-ડીઝલની વધતી અછતને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે સરકારી વાહનોમાં ઈંધણનો બિનજરૂૂરી બગાડ અટકાવવા માટે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કડક નિર્દેશ આપ્યા છે.

આ પહેલની શરૂૂઆત ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમના ડ્રાઇવરે નિયત સમય કરતા પહેલા સરકારી ગાડી શરૂૂ કરી હતી, ત્યારે કમિશનરે તુરંત જ ગાડી બંધ કરવાનો આદેશ આપીને જાહેરમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટના દ્વારા તેમણે શહેરના તમામ પોલીસ અધિકારીઓને ગુપ્ત ઈશારો કરીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જરૂૂરિયાત વગર સરકારી વાહનો શરૂૂ રાખવા નહીં.

હાલમાં પોલીસ વિભાગની મોટાભાગની સરકારી ગાડીઓ એસી (અશિ ઈજ્ઞક્ષમશશિંજ્ઞક્ષ) સુવિધા ધરાવે છે. ઉનાળાની આકરી ગરમીમાં ડ્રાઇવરો અધિકારી ગાડીમાં બેસે તે પહેલા જ લાંબા સમય સુધી એસી શરૂૂ રાખતા હોય છે, જેના કારણે ઈંધણનો મોટો વ્યય થાય છે. પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી અધિકારી વાહનમાં ન બેસે ત્યાં સુધી એસી કે ગાડી શરૂૂ કરવી નહીં. માત્ર જરૂૂરિયાત મુજબ જ વાહનો ફેરવવા અને ઈંધણ બચત પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનરની આ ઈંધણ બચત ઝુંબેશને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવકારી છે. આ પહેલની સફળતા જોતા ગુજરાત પોલીસના ડીજીપી ડો. કે. એન.એમ. રાવ દ્વારા આ ’સુરત મોડલ’ને ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં આ આદેશનું પાલન સમગ્ર ગુજરાતના સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં. સુરત પોલીસની આ કરકસરયુક્ત નીતિની અત્યારે શહેરીજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

Exit mobile version