રાજકોટ શહેરમાંથી છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ નીકળવાનું સદંતર ઠપ્પ થઈ ગયું છે. જો કે અમુક આરોગ્ય કેન્દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી આટોપી લેવામાં આવી છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્ય સરકારના સોફ્ટવેરમાં ફેરફાર ને કારણે સમસ્યા ઊભી થઈ છે. જે આવકના દાખલા ઉપર આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા તે બંધ થયા છે. અને કયારે શરૂૂ થશે એ કાંઈ નક્કી ન કહી શકાય એટલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેવા આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કર્યો છે.
ક્યારેક રાજ્ય સરકારના સોફ્ટવેર અને ક્યારેક કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ક્યારેક રાજકોટ મહાનગરપાલિકાના અણઘડ વહીવટને પગલે જન્મ મરણ ના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો અને જે આરોગ્યમાં જરૂૂરી હોય તે સંપૂર્ણપણે જ્યારે બંધ હોય ત્યારે મહાનગરપાલિકા થી લઈને ઉપર સુધી છેક કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોય અને તેમ છતાં સરકારો અને મહાનગરપાલિકા નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે. લાઈનો બંધ થતી નથી. લોકોને કોઈ પણ ડોક્યુમેન્ટ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. અને તેમ છતાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે ખામીયુક્ત સેવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. ખામીયુક્ત સોફ્ટવેર ક્યારે શરૂૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને બદલે લોકોને રોજબરોજ આયુષ્માન કેન્દ્ર પર આટા ફેરા કરવા પડે છે.
રાજકોટ મહાનગરપાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સોફટવેરના ખામી હોવાના કારણે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આ પ્રકારાની સમસ્યા થઇ રહી છે. પરંતુ તમામ કેન્દ્રોમાં કામગીરી બંધ નથી કેટલાક આરોગ્ય કેન્દ્રમાં કાર્ડ નિકળી રહ્યા છે.

