સોપારીની લેણી રકમ લેવા આવ્યા હતા, હુમલાખોરો પોલીસના સકંજામાં
ભાવનગર જિલ્લાના તળાજા નગર ભારે ગુન્હા ની દ્રષ્ટિએ છેલ્લા ઘણા સમય થી શાંતછે.ત્યારે વેપારીઓ અને રાહદારીઓમા ભયનો માહોલ સર્જાય તેવી એક ઘટના એ ચકચાર જગાવી છે.જોકે પોલીસ સમયસર પહોંચી ને ત્રણ ચાર ઇસમોને દબોચી લીધા હતા. અહીં ઉઘરાણી એ આવેલ મહુવા ના બે વેપારી ના જીવ જોખમમાં હોય ચપ્પલ મૂકીને ઉભા ભર બજારે દોડ લગાવી હતી.
સાંજના સમયે બનેલ ચકકારી ઘટના ની મળતી વિગતો મુજબ પાવઠી રોડ પર આવેલ સોપારી ની દુકાને મહુવાના બે વેપારીઓ રૂૂપિયા એકાદ લાખ ની ઉઘરાણી બાકી હોય આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતુ કે જેતે સમયે ભાગીદારી મા ધંધો હોય તે સમયના રૂૂપિયા ની ઉઘરાણી હતી. સોપારી ના રૂૂપિયા ના મામલે સોપારી અપાઈ હોય તેના કારણે મહુવા થી આવેલ વેપારી સાથે ઝઘડો શરૂૂ થતાં તેઓને પોતાના ઉપર હુમલો થશે,જીવ નું જોખમ જણાતા ભર બજારે દોટ મૂકી હતી.આગળ બે વેપારીઓ અને પાછળ હુમલાખોરો જે દોડી ને ગર્લ્સસ્કૂલ પાછળ નવા બનતા કોમ્પ્લેક્ષમાં ચડી ગયા હતા.ત્યાંના વેપારીઓએ વચ્ચે પડ્યા હતા.
જે ફરી દોડી ને પાવઠી રોડે વેપારીઓ ભાગ્યા હતા.ચપ્પલ પણ ચોક મા મહુવાના વેપારી ના પડ્યા રહયા હતા.આ સમયે પો.ઇ ગોહિલ અને સ્ટાફ વાહન લઈ આવી દોડતા ઈસમો ઉપર ને દબોચી ને પોલીસ ચોકીએ લઈ ગયા હતા.
પો.ઇ એ.બી.ગોહિલ એ જણાવ્યું હતુ કે કોઈ જાગૃત નાગરિક ની જાગૃતતા ના કારણે અમો સમયસર પહોંચી શક્યા હતા. દ્રશ્યો નગરના સીસીટીવી કેમેરામા પણ કેદ થયા છે ત્યારે હવે પોલીસ અન્ય નગરમાં જેમ રી કંટ્રકશન કરાવે છે જાહેરમા આરોપીને લાવી તેમ અહીં થશે કે કેમ તેવા સવાલો તળાજા ની જનતામા ઉઠ્યા છે.

