મનપાના ફૂડ વિભાગે ખાણી-પીણીના વધુ 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી નોટિસ ફટકારી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ ઝુંબેશ દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ધરતી ટ્રેડર્સમાંથી આસોપાલવ બ્રાન્ડનું કપાસિયા તેલનું સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજે આવતા આ કપાસિયા તેલમાં બીઆર રિડિંગ અને આયોડીન વેલ્યુ વધુ તેમજ સેપોનિફિકેશન વેલ્યુ ઓછી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પેઢીના સંચાલક વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ”ધરતી ટ્રેડસ”, જૂનું માર્કેટિંગ યાર્ડ, છઝઘ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “આસોપાલવ પ્રીમિયમ કવોલિટી રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (પેક્ડ બોટલ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ઇ.છ રીડિંગ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા સેપોનીફિકેશન વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના કે.ડી. ચોક થી રણછોડદાસ બાપુ આશ્રમ સુધી આશ્રમ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 04 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.
તેમજ ખાધ્ય ચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. ફૂડ વિભાગ દ્વારા આજે 14 સ્થળે ચેકીંગ કરેલ જેમાં (01)તિરુપતિ બાલાજી ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ગુરુદેવ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)બાલાજી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (05)ભારત પ્રોવિઝન સ્ટોર (06)શ્રીરામ ચીકી (07)ન્યુ ડાયમંડ શીંગ (08)ભગવતી ફરસાણ (09)ત્રિલોક ખમણ (10)ગાયત્રી ખમણ (11)ઝેફસ ટી (12)લીંબુ સોડા (13)મુરલીધર ડીલક્સ (14)શ્રીરામ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ હતા.
વધુ ત્રણ સ્થળેથી તેલના સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ કપાસિયા તેલમાં ધારાધોરણ મુજબ રિપોર્ટ ન આવતા સેમ્પલ ફેઈલ કરી સંચાલક વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અલગ અલગ વિસ્તારોમાં આવેલ પેઢીમાંથી કપાસિયા તેલના સેમ્પલ લેવાની કામગીરી ફરી વખત શરૂ કરી 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ગેલકોમ્પલેક્ષમાં આવેલ ગુરુકૃપા એજન્સી માંથી ગાયત્રી બ્રાન્ડ શીંગતેલ 15 કિલો પેકીંગ તેમજ કેસરી બ્રાન્ડ શીંગતેલ 15 કિલો પેકીંગ, અને યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોક પાસે સોમનાથ એપાર્ટમેન્ટમાં આવેલ ગાયત્રી ટ્રેડીંગ શોપમાંથી જાનકી બ્રાન્ડ કપાસિયા તેલ સહિતના ત્રણ સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.